શિવસેનાની ધમકી, પ્રતિબંધ હટાવો નહીં તો વિમાન નહીં ઉડવા દઇએ
શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ દ્વારા એર ઇન્ડિયાના કર્મચારી મારપીટ પછી આજે લોકસભામાં આ મામલે ભારે હંગામો થયો. શિવસેનાએ ધમકી આપી કે એર લાઇન્સ દ્વારા ગાયકવાડ પર લાગેલો પ્રતિબંધ જો નહીં હટે તો મુંબઇ અને પુણેથી કોઇ પર પ્રકારની એર લાઇન્સની ઉડ્ડાનનું સંચાલન નહીં થવા દઇએ. આ ધમકી પછી એર ઇન્ડિયાના સ્ટાફે સુરક્ષા માંગી છે. આ વચ્ચે સમાચાર એજન્સી એએનઆઇના સુત્રોના હવાલે તે પણ ખબર આવી છે કે એર ઇન્ડિયા શિવસેના સાંદર પર લાગેલા બેનને નહીં હટાવે. વધુમાં ગુરુવારે લોકસભામાં પહોંચેલા રવિન્દ્ર ગાયકવાડે સંસદમાં સફાઇ આપી હતી કે તેમની સાથે અન્યાય થયો છે. અને સંસદમાં સત્યનો વિજય થવો જોઇએ. તેમણે કહ્યું કે મારો અપરાધ શું છે? તપાસ વિના જ મીડિયા ટ્રાયલ કરી રહી છે.
વધુમાં શિવસેના સાંસદોએ પણ આ અંગે નારેબાજી કરી હતી. તેમણે કહ્યું કે એરઇન્ડિયાના કર્મચારીએ મારી સાથે ખરાબ વર્તન કર્યું. સીટ માટેના ઝગડાની વાતને નકારતા તેમણે કહ્યું કે મારા સંવૈધાનિક અધિકારોનું હનન થયું છે. અને મારી પર હત્યાની કોશિષનો આરોપ કેમ લગાવવામાં આવ્યો છે? તેમણે આ અંગે એરઇન્ડિયાના સીએમડી પર કાર્યવાહીની માંગ કરી હતી. નોંધનીય છે કે ગાયકવાડ પર 23 માર્ચે એર ઇન્ડિયાના એક કર્મચારી પર 25 વાર ચંપલથી માર મારવાનો આરોપ છે. અને તેમણે આ અંગે મીડિયામાં કબૂલાત પણ કરી છે. વધુમાં તેમણે આ અંગે માફી ન માંગવાની વાત કરતા સ્પષ્ટતા આપી છે કે માફી એરઇન્ડિયાએ માંગવી જોઇએ.