મહારાષ્ટ્ર ચૂંટણી માટે શિવસેનાએ ભાજપથી અલગ ઘોષણાપત્ર જાહેર કર્યું
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 માટે શિવસેનાએ પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ઘોષણાપત્રને લઈ આંતરરિક સહમતી ન બનવાના કારણે શિવસેનાએ પોતાની પાર્ટીનુ અલગ ઘોષણાપત્ર જાહેર કરવાનો ફેસલો કર્યો. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર 21 ઓક્ટોબરે વોટિંગ થનાર છે.
શનિવારે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠારે, તેમના દીકરા આદિત્ય ઠાકરે અને પાર્ટીના ઉપનેતા પ્રિયં ચતુર્વેદીએ સંયુક્ત રૂપે ઘોષણાપત્ર જાહેર કર્યું. સૂત્રો મુજબ ભાજપ અને શિવસેના વચ્ચે કેટલાય મુદ્દાઓ પર સહમતિ ન બની શી, જેમાં હાલમાં જ આરે કોલોનીમાં વૃક્ષ કાપણીનો મુદ્દો પણ સામેલ હતો. જ્યારે એમ પણ અહેવાલ સામે આવ્યા હતા કે શિવસેના 10 રૂપિયામાં થાળી અને એક રૂપિયામાં ચેઅપ જેવા લોકલોભામણા વાયદાઓને ઘોષણા પત્રમાં સમેલ કરવા માંગતી હતી.
શિવસેનાએ ઘોષણા પત્રનું નામ 'વચનનામ' રાખ્યું છે. જેમાં ગરીબોને 10 રૂપિયામાં ભોજનની થાળી, ખેડૂતોને સંપૂર્ણ લોન માફી, માત્ર એક રૂપિયામાં દર્દીઓની પ્રાથમિક સ્વાસ્થ્ય તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા જેવી લોભામણી ઘોષણાઓ કરવામાં આવી છે. માતોશ્રીમાં ઘોષણાપત્ર જાહેર કરતાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમણે આ વચનનામમાં પૂરી કરી શકે તવી વાતો જ રાખી છે. ઘણું રિસર્ચ કર્યા બાદ આ વાયદા કરવામાં આવ્યા છે. મતદાન પહેલા તમામ દળએ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ, શિવસેના કોઈપણ ચર્ચા માટે તૈયાર છે.
વિશેષ કેન્ટિનમાં 10 રૂપિયાનું ભોજન
શિવસેનાની યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેએ કહ્યું કે, ગરીબો માટે 10 રૂપિયામાં થાળી ભોજન યોજના અંતર્ગત એક વિશેષ કેન્ટીન ખોલવામાં આવશે. જેમાં 10 રૂપિયાથી લઈ 100 રૂપિયાનું ખાવાનું મળશે. જેમાં ભોજનની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. મહારાષ્ટ્રમાં શિવસેના ભલે ભાજપ સાથે મળી ચૂંટણી લડી રહી છે પરંતુ પાર્ટીએ પોતાનો અલગ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. બાજપ 15મી ઓગસ્ટે પોતાનું ઘોષણાપત્ર જાહેર કરશે.
હરિયાણા ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, મહિલાઓને 33% અનામતનુ વચન