For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજેપીને પૂર્ણ બહુમત નહીં મળવા પર પ્રણવ દા બની શકે પીએમ ઉમેદવાર

હાલમાં જ પૂર્વ રાષ્ટ્રપતિ નાગપુરમાં આરએસએસ કાર્યક્રમમાં જોડાયા તેના પર ઘણી રાજનૈતિક પાર્ટીઓ ઘ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

હાલમાં જ પૂર્વ રાષ્ટ્રપતિ નાગપુરમાં આરએસએસ કાર્યક્રમમાં જોડાયા તેના પર ઘણી રાજનૈતિક પાર્ટીઓ ઘ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. જયારે ભાજપા સહયોગી શિવસેના ઘ્વારા પણ ભાજપ અને આરએસએસ પર હુમલા કરવામાં આવ્યા. શિવસેના નેતા સંજય રાઉત ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમને લાગે છે કે આરએસએસ પોતાને એવી પરિસ્થિતિ સામે લડવાના પ્રયાસ કરી રહી છે જયારે તેમને 110 સીટો ઓછી મળશે અને તેઓ પ્રણવ મુખરજીને પીએમ ઉમેદવાર જાહેર કરી શકે છે.

sanjay raut

નાગપુરમાં આરએસએસ મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ઘ્વારા દેશની સંસ્કૃતિ અને તેની ઓળખની વિશેષતા વિશે ઉલ્લેખ કર્યો અને તેના વિશે વાતો કરી.

પ્રણવ મુખરજી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આજે ગુસ્સો વધી રહ્યો છે. રોજ હિંસા વિશે ખબરો આવી રહી છે. હિંસા અને ગુસ્સો છોડીને આપણે બધા શાંતિના રસ્તે ચાલીયે. વિવિધતા અને ટોલરેન્સમાં જ ભારત વસે છે. ફક્ત એક ધર્મ અને એક ભાષા જ ભારતની ઓળખ છે. પચાસ વર્ષમાં મેં આ શીખ્યું છે.

તેમને આગળ જણાવ્યું હતું કે વિવિધતામાં એકતા ભારતને ખાસ બનાવે છે. હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા માટે આવ્યો છું. આપણી રાષ્ટ્રીય ઓળખ વિવિધતામાં એકતા છે. ભારતનો રાષ્ટ્રવાદ વસુદેવ કુટુમ્બકમ ઘ્વારા પ્રભાવિત છે.

English summary
Shiv Sena Sanjay Raut BJP will lose 110 seats RSS preparing Pranab Mukherjee as PM name.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X