For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહેરોનાં નામ બદલીને જનતાને લોલીપોપ પકડાવી રહ્યું છે ભાજપઃ શિવસેના

શહેરોનાં નામ બદલીને લોલીપોપ પકડાવી રહ્યું છે ભાજપઃ શિવસેના

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં જ કેટલાય શહેરોનાં નામ બદલ્યા હોવાને પગલે શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં શનિવારે લખેલા એક લેખમાં કહ્યું કે યુપી સરકાર શહેરોનાં નામ બદલીને જનતાને 2019ની ચૂંટણી માટે લોલીપોપ આપી રહી છે. સામનામાં કહેવામાં આવ્યું છે કે ભાજપની સરકાર દરેક મોરચા પર વિફળ છે માટે જ આવા પ્રકારના ઉપાયો અજમાવી રહી છે.

રામની મૂર્તિ નહિ, મંદિરનું વચન હતુંઃ શિવસેના

રામની મૂર્તિ નહિ, મંદિરનું વચન હતુંઃ શિવસેના

શિવસેનાએ કહ્યું કે યુપીના મુખ્યમંત્રી અયોધ્યામાં રામની મૂર્તિ બનાવવાની વાત કરી રહ્યા છે, અલ્હાબાદ અને ફૈઝાબાદનું નામ બદલી રહ્યા છે પરંતુ આ બધા માટે જનતાએ વોટ નહોતો આપ્યો. એમને રામ મંદિર માટે મત આપ્યો હતો. આ બધું કરીને ભાજપ લોલીપોપ આપી રહી છે, જેનો જનતા જવાબ આપશે.

શિવસેના પણ નામ બદલવાની માગ કરનારાઓમાં સામેલ

શિવસેના પણ નામ બદલવાની માગ કરનારાઓમાં સામેલ

શિવસેના ઉત્તર પ્રદેશ સરકારના શહેરોનાં નામ બદલવાને લોલીપોપ ગણાવી રહી છે પરંતુ તે ખુદ મહારાષ્ટ્રમાં કેટલાંક શહેરોનાં નામ બદલવાની માગણી કરી રહી છે. શિવસેના તરફથી ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ સંભાજીનગર ધારશિવ રાખવાની માગણી કરવામાં આવી હતી.

ભાજપના નેતાઓનું નામ બદલવા પર જોર

ભાજપના નેતાઓનું નામ બદલવા પર જોર

જણાવી દઈએ કે દિવાળીના અવસર પર અયોધ્યા પહોંચેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવાનું એલાન કર્યું. જ્યારે અગાઉ લખનઉમાં નવું બનેલ સ્ટેડિયમનું નામ ઈકાનાથી ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ કરી દીધું છે. અગાઉ અલ્હાબાદને પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશની સરધના વિધાનસભા સીટથી ધારાસભ્ય સંગીત સોમે મુઝફ્ફરનગરનું નામ બદલવાની માગ કરી છે. આગરા નોર્થ સીટથી ભાજપના ધારાસભ્ય જગન પ્રસાદ ગર્ગે આગરાનું નામ બદલીને અગ્રવાલ કરવા કહ્યું છે. તેલંગણામાં ભાજપના ધારાસભ્યએ સરકાર આવવા પર હૈદરાબાદ અને સિકંદરાબાદનું નામ બદલવાની વાત કહી છે. ગુજરાત સરકાર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બિહારમાં કેટલાય શહેરોનું નામ બદલી નાખવાની વાત કરી રહ્યા છે.

કર્ણાવતી કે અમદાવાદ? શું હોવું જોઈએ શહેરનું નામ?કર્ણાવતી કે અમદાવાદ? શું હોવું જોઈએ શહેરનું નામ?

English summary
Shiv Sena says Renaming UP cities a lollipop from BJP to lure voters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X