શીવસેનાએ ભાજપ સાથે ફરી હાથ મિલાવવો જોઇએ: રામદાસ આઠવલે
શિવસેનાના નેતા સંજય રાઉત અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે તાજેતરમાં થયેલી બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું છે કે શિવસેનાએ ફરી એક વખત એનડીએમાં જોડાવું જોઈએ. આઠાવલેએ કહ્યું કે જો શિવસેના ફરીથી અમારી સાથે નહીં આવે તો હું એનસીપીના પ્રમુખ શરદ પવારને રાજ્યના વિકાસ માટે એનડીએમાં જોડાવા અપીલ કરું છું. શક્ય છે કે તેમને ભવિષ્યમાં કોઈ મોટું પદ મળે. શિવસેના સાથે રહેવાનો કોઈ ફાયદો નથી.

શીવસેનાની સરકાર
આઠાવલેએ કહ્યું કે શિવસેનાની સરકારમાં ભાજપ સાથે 50-50 ટકા ભાગીદારી હોવી જોઈએ અને દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદ આપવું જોઈએ. આ સાથે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે શિવસેના અને ભાજપના એક સાથે આવવાથી સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ પર કોઈ અસર પડશે નહીં. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ લોકો કહે છે કે આ સરકાર પાંચ વર્ષ ચાલશે, પરંતુ મને લાગે છે કે આ સરકાર ફક્ત એક કે દોઢ વર્ષ માટે બની છે. કોંગ્રેસે પોતાના પગ પર પથ્થર માર્યો છે.

સુશાંત ન કરી શકે આત્મહત્યા
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે સુશાંત કેસની સીબીઆઈ તપાસ કરી રહી છે, મને શંકા છે કે સુશાંત સિંહ આત્મહત્યા કરી શકે નહીં. એનસીબીની તપાસમાં અભિનેત્રીઓનાં નામ સામે આવી રહ્યા છે, પરંતુ આ કિસ્સામાં અભિનેત્રીઓનાં નામ પણ બહાર આવવા જોઈએ. અભિનેતાઓ, અભિનેત્રીઓ અને નિર્માતાઓ કે જેમના નામ ડ્રગ્સના મામલામાં આવ્યા છે તેઓ ફિલ્મોમાં ન લેવા જોઈએ. આવી સ્થિતિમાં, આવનારી પેઢીઓ માટે આ એક પાઠ હશે અને ઉદ્યોગને ડ્રગ્સથી મુક્ત કરવામાં આવશે.

પાયલ ઘોષ સાથે કરશે મુલાકાત
તાજેતરમાં જ, પાયલ ઘોષે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યા બાદ, આઠાવલેએ કહ્યું હતું કે હું આજે પાયલ ઘોષને મળીશ. તેમને ન્યાય મળવો જ જોઇએ, જો કોઈ સ્ત્રી ફરિયાદ કરે તો અનુરાગ કશ્યપની તુરંત જ પૂછપરછ કરવી જોઈએ. જો અમને લાગે કે પોલીસ સારું કામ કરી રહી નથી તો અમારી પાર્ટી ડીસીપી ઓફિસ પર દેખાવો કરશે.
કોરોના પોઝિટીવ ઉમા ભારતી એઇમ્સમાં છે એડમીટ, CBI કોર્ટમાં થવા માંગે છે હાજર