જયા બચ્ચનથી ખુશ શિવસેનાએ સામનામાં લખ્યુ - જ્યારે તાંડવ પર પાંડવ ચૂપ તો...
નવી દિલ્લીઃ બૉલિવુડના ડ્રગ્ઝ કનેક્શનનો કેસ હવે સંસદ સુધી પહોંચી ચૂક્યો છે. સોમવારે ભાજપ સાંસદ રવિ કિશને આ મુદ્દાને લોકસભામાં ઉઠાવ્યો હતો જેના પર મંગળવારે રાજ્યસભા સાંસદ જયા બચ્ચને પલટવાર કર્યો. તેમણે કહ્યુ કે 'જે લોકોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાયુ, તે આને ગટર ગણાવી રહ્યા છે હું આનાથી બિલકુલ અસંમત છુ, આ એ લોકો છે જેઓ જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે.' ત્યારબાદ જયા બચ્ચનના નિવેદન પર ઘમાસાણ મચી ગયુ.

સાંસદ જયા બચ્ચની પ્રશંસામાં સામનામાં સંપાદકીય
અમુક લોકો જયા બચ્ચન સાથે જોવા મળ્યા તો અમુક લોકો રવિ કિશન અને કંગનાને સપોર્ટ કરતા દેખાયા. વાસ્તવમાં કંગનાએ જ કહ્યુ હતુ કે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બૉલિવુડની તપાસ કરે તો પહેલી પંક્તિના ઘણા સ્ટાર્સ જેલના સળિયા પાછળ હશે. જો બ્લડ ટેસ્ટ થયા તો ઘણી ચોંકાવનારી વાતો સામે આવશે. આશા છે કે પ્રધાનમંત્રી જે સ્વચ્છ ભારત મિશન હેઠળ બૉલિવુડ જેવી ગટરને સાફ કરશે ત્યારબાદ મોનસુન સત્રમાં સાંસદ રવિ કિશને આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો.

સત્ય બોલવા માટે જાણીતા છે જયા બચ્ચનઃ સામના
હાલમાં જયા બચ્ચનના આ નિવેદન બાદ શિવસેનાએ અભિનેત્રીની પ્રશંસા કરતા કહ્યુ કે તે પોતાની બેબાકી અને સત્ય બોલવા માટે જાણીતા છે. પાર્ટીના મુખપત્ર સામનામાં શિવસેનાએ લખ્યુ છે કે ભારતનુ સિનેજગત પવિત્ર ગંગાની જેમ નિર્મળ છે જે રીતે આવો દાવો કોઈ ન કરી શકે તેમ ત્રણ ચાર કલાકારો દ્વારા કરવામાં આવેલ એ દાવો કે સિનેજગત ગટર છે તે પણ સંપૂર્ણપણે સાચો ન કહી શકાય. જયા બચ્ચને સંસદમાં આ પીડા વ્યક્ત કરી છે. જયાજીના વિચારો જેટલા મહત્વપૂર્ણ છે, તેટલા જ બેબાક પણ છે, જયા બચ્ચન સાચુ બોલવા અને પોતાની બેબાકી માટે જાણીતા છે.

જયાએ રાજકીય વિચારોને ક્યારેય છૂપાવીને નથી રાખ્યા
જયા બચ્ચને હંમેશાથી પોતાના રાજકીય અને સામાજિક વિચારોને ક્યારેય છૂપાવીને નથી રાખ્યા. મહિલાઓ પર અત્યાચારના સંદર્ભમાં તેમણે સંસદમાં બહુ ભાવુક થઈને અવાજ ઉઠાવ્યો હતો. હવે એવા સમયમાં જ્યારે સિનેજગતની બદનામી અને ધુલાઈ ચાલુ છે, તાંડવ કરનારા સારા એવા પાંડવ પણ મોઢુ બંધ રાખીને બેઠા છે, જાણે કે કોઈ અજ્ઞાત આતંકવાદના ઓછાયામાં જીવી રહ્યા છે અને કોઈ તેમના તેમના વ્યવહાર અને બોલવા માટે પડદા પાછળથી નિયંત્રિત કરી રહ્યા છે. એવામાં જયા બચ્ચનની વિજળી કડકી છે, તેમણે આ પીડાને સમજી છે.

'બકવાસ કરનારાનુ મોઢુ પહેલા સૂંઘવુ જોઈએ'
અત્યારે લાઈટ, કેમેરા અને એક્શન બંધ છે, એવામાં જ્વલંત મુદ્દાઓથી ધ્યાન હટાવીને બૉલિવિડને બદનામ કરવામાં આવી રહ્યુ છે, સિનેજગતના નાના-મોટા દરેક કલાકાર કે ટેકનિશિયનો જાણે કે ડ્રગ્ઝની જાળમાં અટકેલા છે, 24 કલાક તે ગાંજો અને ચિલમ પીતા બતાવાઈ રહ્યા છે. આવુ નિવેદન આપનારના ડોપિંગ ટેસ્ટ થવા જોઈએ. અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, દેવઆનંદ, આખુ કપૂર ખાનદાન, વૈજંતી માલાથી લઈને હેમા માલિની અને માધુરી દિક્ષિતથી લઈને ઐશ્વર્યા રાય સુધી એકથી એક ચડિયાતા કલાકારોએ અહીં યોગદાન આપ્યુ છે. આમિર, શાહરુખ અને સલમાન જેવા ખાન લોકોની પણ મદદ થઈ છે. આ બધા લોકો ગટરમાં પડી રહેતા હતા અને ડ્રગ્ઝ લેતા હતા આવો દાવો કોઈ કરી રહ્યુ હોય તો આવો બકવાસ કરનારાનુ મોઢુ પહેલા સૂંઘવુ જોઈએ.
સૌથી લાંબા સમય સુધી જાપાનના PM રહેલા શિંજો આબેએ પદ પરથી આપ્યુ રાજીનામુ