For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપની સરકારમાં સામેલ થશે નહી: સૂત્ર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 5 નવેમ્બર: સૂત્રોના જણાવ્યા અનુસાર એમ કહેવામાં આવે છે કે શિવસેના ભાજપના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થશે નહી. તેણે વિપક્ષમાં બેસવાનું મન બનાવી લીધું છે. અહેવાલના અનુસાર શિવસેના ભાજપ પાસે એમ ઇચ્છે છે કે ઉપ મુખ્યમંત્રીનું પદ તેને આપવામાં આવે જેને ભાજપે આપવાની ના પાડી દિધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય વિધાનસભાનું ત્રણ દિવસીય વિશેષ સત્ર દસ નવેમ્બરના રોજ શરૂ થશે અને ફડણવીસ અંતિમ દિવસે પોતાની સરકાર માટે બહુમત પ્રાપ્ત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ દ્વારા અંતિમ ક્ષણોમાં નિમંત્રણ મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરે ભાજપ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા જેથી બંને પૂર્વ હિન્દુત્વ સહયોગી દળોને ફરીથી એકબીજાની નજીક આવવાની આશા વધી ગઇ હતી. સમારોહ બાદ બંને નેતાઓએ એકબીજા સાથે વાતચીત પણ કરી હતી. 41 ધારાસભ્યોવાળી શરદ પવારની નેશનલ કોંફ્રેંસ પહેલાં જ બહારથી ભાજપ સરકારને બહારથી બિન શરતી સમર્થન આપી ચૂકી છે પરંતુ 63 ધારાસભ્યોવાળી શિવસેનાને સાથે લઇને ચાલવું દેવેન્દ્ર ફડણવીસની સમક્ષ દિર્ધકાલિન સ્થિરતા માટે સારો વિકલ્પ છે.

uddhav-modi

અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપને સોથી વધુ પર જીત મળી છે. તો શિવસેનાને આશા કરતાં વધુ 63 સીટ. એવામાં શિવસેના મહારાષ્ટ્રમાં બીજી મોટી પાર્ટી બની શકે છે.

આઠ નવેમ્બરના રોજ શિવસેના સ્પષ્ટ કરશે
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમની પાર્ટી આઠ નવેમ્બરના રોજ પાર્ટીનું વલણ સ્પષ્ટ કરશે કે તે ભાજપ સાથે જશે કે નહી. ઉદ્ધવ ઠાકરે દ્વારા આ પ્રકારના નિવેદનથી અનુમાન લગાવી શકાય કે તેમની પાર્ટી ભાજપની સાથે ત્યારે જશે જ્યારે ભાજપ સંતુષ્ટ કરશે. આમ તો એટલું તો નક્કી છે કે નિર્ણય બંનેમાંથી એક થવાનો છે. આ તો શિવસેના વિપક્ષમાં બેસશે કે પછી ભાજપ સાથે જતી રહેશે.

English summary
Shiv sena will decide on 8 November whether support BJP government or not in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X