For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાલ ઠાકરેએ કર્યો ગડકરીનો બચાવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bal-thackeray
મુંબઇ, 19 ઑક્ટોબર: ખેડૂતોની જમીન પચાવી પાડવાના આરોપોથી ઘેરાયેલા ભાજપના નિતિન ગડકરીના બચાવમાં શરદ પવાર બાદ શિવસેના સુપ્રિમો બાલ ઠાકરે પણ આવી ગયા છે. બાળ ઠાકરેએ પોતાની પાર્ટીના મુખપત્ર સામનામાં કેજરીવાલ દ્રારા લગાવવામાં આવેલા આરોપોના મુદ્દે બચાવ કર્યો છે.

બાલ ઠાકરેએ લખ્યું છે કે કેજરીવાલે ગડકરી ઉપર જે પુરાવા રજૂ કર્યા છે તેમાં દમ નથી. બાલ ઠાકરેએ કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં અણ્ણા પણ આવી યુક્તિઓ અજમાવતા હતા. હવે કેજરીવાલે સાબિત કરી દિધું છે તે અણ્ણાના જ ચેલા છે.

બાલ ઠાકરે લખ્યું છે કે આ આરોપો દ્રારા કેજરીવાલ અને અંજલિ દમાનિયા પબ્લિસિટી કમાવવા માંગે છે. આ યુક્તિઓથી થોડીવાર માટે ખળભળાટ મચે છે પરંતુ વિશ્વનિયતા ખતમ થઇ જાય છે. જો કેજરીવાલ-દમાનિયાએ આવું ચાલું રાખશે તો તેમને અણ્ણા બાબાનું સ્થાન મળી જશે.

બાલ ઠાકરેએ કહ્યું હતું કે ગડકરીના પ્રોજેક્ટમાં કોઇ ગડબડ નથી. તેમને કોઇ હેરાફરી કરી નથી. કેજરીવાલ અને તેમની ટીમે આવા આરોપો લગાવવાથી બચવું જોઇએ. નહીંતર તો થોડાં દિવસો પછી તેમને પણ દિલ્હીની ગલીઓમાં ગાંડાની માફક રખડવું પડશે.

ગડકરીને તેમની યોગ્યતા અને સારા નેતૃત્વના કારણે તેમને બીજીવાર અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. તેમની પ્રગતિથી ઇર્ષા કરનારા લોકો આવા આરોપો લગાવી શકે.

English summary
After NCP chief Sharad Pawar, BJP President Nitin Gadkari also found support from Shiv Sena supremo Balasaheb Thackeray.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X