For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ષડયંત્રકારી પરિવારને એક નથી થવા દેતાઃ શિવપાલ યાદવ

પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવકાલ યાદવે ફરી એકવાર પરિવારમાં દરારને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પરિવારમાં હજુ પણ એકજુટતાની સંભાવના છે. મારા તરફથી પરિવારમાં સતત સમાધાનની કોશિશો ક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવકાલ યાદવે ફરી એકવાર પરિવારમાં દરારને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પરિવારમાં હજુ પણ એકજુટતાની સંભાવના છે. મારા તરફથી પરિવારમાં સતત સમાધાનની કોશિશો કરવામાં આવી રહી છે, છતાં કેટલાક એવા ષડયંત્રકાર છે જે પરિવારને એક થવા નથી દેતા તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા સીટોને લઈ પટાચૂંટણી નાર છે. આ દરમિયાન તેમણે પણ કહ્યું કે આગામી ચૂંટણીમાં તેમની પાર્ટી ફરી એકવાર પોતાના ઉમેદવાર ઉતારશે, પછી ભલેને સમાજવાદી પાર્ટીના પણ ઉમેદવાર ઉતર્યા હોય.

પરિવારમાં હજુ પણ એકજૂટતાની સંભાવના

પરિવારમાં હજુ પણ એકજૂટતાની સંભાવના

પ્રગતિશિલ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવપાલ યાદવનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સમાજવાદી પાર્ટી નેતૃત્વ તરફથી તેમની વિધાનસભા સભ્યતા ખતમ કરવાનો ફેસલો લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે શિવપાલ યાદવ હાલ સમાજવાદી પાર્ટી તરફથી વિધાનસભા સભ્ય છે. જો કે સપા આલાકમાનના આ ફેસલા બાદ શિવપાલે પણ મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે જો તેમની વિધાનસભા સભ્યતા ખતમ કરવામાં આવે છે તો પેટાચૂંટણીમાં તેઓ જસવંતનગરથી ફરીથી ચૂંટણી લડશે, પછી સપા મેદાનમાં હોય કે અન્ય કોઈ ઉમેદવાર હોય. શિવપાલ યાદવના આ એલાન બાદ હવે પરિવારમાં એકજુટતાના સંબંધમાં મહત્વની ટિપ્પણી સામે આવી છે.

આઝમના મુદ્દે શું બોલ્યા શિવપાલ

આઝમના મુદ્દે શું બોલ્યા શિવપાલ

શિવપાલ યાદવ શુક્રવારે મૈનપુરીમાં હતા જ્યારે તેમણે કહ્યું કે પરિવારમાં હજુ પણ એકજુટતાની સંભાવના છે. મારા તરફતી સતત પરિવારમાં સમાધાનની કોશિશો કરવામાં આવી રહી છે, છતાં કેટલાક ષડયંત્રકારો સમાધાન થવા નથી દેતા. તેમણે આ દરમિયાન અલગ અલગ મુદ્દા પર પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે જ્યાં પણ અમને જીતની ઉમ્મીદ જોવા મળશે ત્યાં અમારી પાર્ટીના ઉમેદવાર ઉતારશું. સપાના ઉમેદવાર વિરુદ્ધ પણ તેમની પાર્ટી ઉમેદવારો ઉતારશે.

યૂપીની કાનૂન વ્યવસ્થા પર શિવપાલે કહી મોટી વાત

યૂપીની કાનૂન વ્યવસ્થા પર શિવપાલે કહી મોટી વાત

શિવપાલ યાદવે આઝમ ખાનને લઈ ઈશારામાં પોતાની વાત રાખતા કહ્યું કે એક વ્યક્તિ પર કેસ પર કેસ થઈ રહ્યા છે અને બીજી તરફ જે છોકરીનો વીડિયો વાયરલ થયો તે ામલે ચિન્મયાનંદ પર કાર્યવાહીમાં આટલો વિલંબ શા માટે. ઉત્તર પ્રદેશમાં દીકરીઓ સુરક્ષિત નથી અને કાનૂન વ્યવસ્થાની સ્થિતિ પણ બહુ ખરાબ છે. આ દરમિયાન શિવપાલ યાદવે ચાર દિવસ પહેલા થયેલ નવોદય વિદ્યાલયની એક વિદ્યાર્થિની પર રેપ બાદ હત્યાનો પણ મામલો ઉઠાવ્યો. જણાવી દઈએ કે શુક્રવારે શિવપાલ યાદવ પીડિત પરિવારના ઘરે પહોંચ્યા અને તેમણે પરિવારને દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું છે. આ દરમિયાન શિવપાલે કહ્યું કે પરિવારી માંગ છે કે આ મામલે સીબીઆઈ તપાસ કરાવશે.

શેર માર્કેટમાં તેજીને પીએમ મોદીએ 130 કરોડ ભારતીયોની જીત ગણાવીશેર માર્કેટમાં તેજીને પીએમ મોદીએ 130 કરોડ ભારતીયોની જીત ગણાવી

English summary
Shivpal Yadav Comments on Family unite Samajwadi Party Akhilesh Yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X