
લવ મેરેજ કર્યા બાદ આંસુથી ધોઇ હાથોની મહેંદી, પ્રેમને કારણે જીવવુ બન્યું મુશ્કેલ
શિવપુરી : મધ્યપ્રદેશની એક યુવતીના લવ મેરેજની મહેંદીનો રંગ પણ ફિક્કો ન હતો પડ્યો કે, તેના વરવી વાસ્તવિકતાઓનો સામનો કરવો પડ્યો. વાત ત્યા સુધી પહોંચી ગઇ કે આ યુવતી પોતાનું જીવન ટૂંકાવવા તૈયાર થઇ ગઇ હતી, પરંતુ આ છોકરીની આયુષ્ય રેખા એટલી લાંબી છે કે, તે ઇચ્છે તો પણ તેને કાપી શકતી ન નથી. જ્યારે તે આત્મહત્યા કરવા કિલ્લા પર પહોંચી, ત્યારે ત્યાં ફરવા આવેલા એક પ્રવાસીએ પોલીસને જાણ કરી અને યુવતીનો જીવ બચી ગયો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન યુવતીએ કહેલી વાત સાંભળીને સૌની આંખોમાં આંસુ આવી ગયા હતા. યુવતી મધ્યપ્રદેશના શિવપુરીની રહેવાસી છે. યુવતીને યુવક સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા બંધાઇ હતી. જે બાદ બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા. આ મિત્રતા પ્રેમમાં ધીરે ધીરે બદલાઈ ગઈ. આ પછી બંનેએ પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા અને ઘર છોડીને બંને ગ્વાલિયરમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા.
લગ્નના એક મહિના બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. સોમવારના રોજ તેને પતિએ માર માર્યો હતો. તેનાથી દુઃખી થઈને યુવતી આત્મહત્યા કરવા ગ્વાલિયરના કિલ્લા પર પહોંચી હતી, ત્યાં હાજર પ્રવાસીએ બહોદાપુર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવતીનો જીવ બચાવ્યો હતો.
પોલીસ સ્ટેશનમાંથી સમાચાર મળતા જ કિલ્લાની આસપાસ હાજર પોલીસ ટીમ સક્રિય થઈ ગઈ હતી. પોલીસવાળાઓએ કિલ્લામાં છોકરીની શોધ શરૂ કરી, ત્યારે લોકોએ જણાવ્યું હતું કે, એક છોકરી સુસાઈડ પોઈન્ટ તરફ જઈ રહી છે. સિપાહી અરવિંદ રાજાવત, લીલાધર, ગૌરવ અને ધર્મેન્દ્ર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યારે એક યુવતી સુસાઈડ પોઈન્ટ પાસે રડતી રડતી કિલ્લા પર પહોંચી હતી. છોકરી કિલ્લા પરથી નીચે કૂદી શકે તે પહેલા પોલીસ જવાનોએ તેને રોકી લીધી હતી.

જે બાદ યુવતીએ પોલીસને પોતાની આપવીતી જણાવી હતી. પ્રેમ લગ્ન બાદ પતિ તેને માર મારતો હતો. હવે તે ન તો તેના સાસરે જઈ શકે છે કે, ન તો તેના મામાના ઘરે જઇ શકે છે. તેથી જ આ યુવતી મરવા આવી હતી. જે બાદ પોલીસે મહિલાના પતિને બોલાવ્યો હતો. બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, પછી બંને ખુશીથી ઘરે જવા રવાના થયા હતા.