For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવરાજ સિંહઃ ‘વો તો ઠહરે પરદેસી, સાથ ક્યા નિભાએંગે, કામ તો મામા હી આએગા'

મધ્ય પ્રદેશની સતના સીટ પર ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણમે રાહુલ ગાંધી પર ‘તુમ તો ઠહેરે પરદેસી' ગાઈને કટાક્ષ કર્યો.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશની સતના સીટ પર ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણમે રાહુલ ગાંધી પર 'તુમ તો ઠહેરે પરદેસી' ગાઈને કટાક્ષ કર્યો. ભાજપના ઉમેદવાર શંકરલાલ તિવારીના સમર્થનમાં આયોજિત સભાને સંબોધિત કરતા ચૌહાણે કહ્યુ કે મતદાનના દિવસ બાદ તે ક્યાંય જોવા નહિ મળે. તે દેશમાં ઓછા અને વિદેશમાં વધુ રહે છે. 'વો તો ઠહેરે પરદેસી, સાથ ક્યા નિભાએંગે, કામ તો આખિર મામ હી આએગા.'

આ પણ વાંચોઃ પીએમ મોદી-રાહુલ ગાંધીની રેલીઓમાં વધ્યુ ઉમેદવારોનું 'ખીસ્સાનું ટેન્શન'આ પણ વાંચોઃ પીએમ મોદી-રાહુલ ગાંધીની રેલીઓમાં વધ્યુ ઉમેદવારોનું 'ખીસ્સાનું ટેન્શન'

મધ્ય પ્રદેશની ખુશહાલી માટે મને મત આપોઃ શિવરાજ સિંહ ચૌહાણ

મધ્ય પ્રદેશની ખુશહાલી માટે મને મત આપોઃ શિવરાજ સિંહ ચૌહાણ

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, મારે સમૃદ્ધ મધ્ય પ્રદેશ બનાવવો છે. રોટી, કપડા, મકાન, ભણતર અને દવાઓની વ્યવસ્થા સહુના માટે કરવી છે. મધ્ય પ્રદેશમાં મા-બહેનો-દીકરીઓની આંખોમાં આંસુ નહિ આવવા દઈએ. તેમના ચહેરા પર સ્મિત લાવીશુ. સમૃદ્ધ મધ્ય પ્રદેશના નિર્માણ માટે મને આશીર્વાદ આપો.

કોંગ્રેસી આપે છે માત્ર વચનો

કોંગ્રેસી આપે છે માત્ર વચનો

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, અમે ગરીબોને મફત ઈલાજ કરાવીએ તો કોંગ્રેસીઓને ગુસ્સો આવે છે. મને 13 વર્ષથી મુખ્યમંત્રીની ખુરશી પર જોઈને પણ તેમને ગુસ્સો આવે છે. આ રાજા-મહારાજ અને ઉદ્યોગપતિ અમને અપશબ્દો કહેતા થાકતા નથી પરંતુ હું અટકવાનો નથી. મધ્ય પ્રદેશને દેશનું અગ્રણી રાજ્ય બનાવીને દમ લઈશ. કોંગ્રેસી માત્ર વચનો આપે છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે મધ્ય પ્રદેશને 2022 સુધી ઝૂંપડી, કાચા મકાન મુક્ત રાજ્ય બનાવવાનો સંકલ્પ લીધો છે.

જે ક્યાંય ન થયુ તે મધ્ય પ્રદેશમાં થયુ

જે ક્યાંય ન થયુ તે મધ્ય પ્રદેશમાં થયુ

શિવરાજે સિંહે ગુરુવારે કહ્યુ કે નાના ખેડૂતો જે બજાર અને ખરીદી કેન્દ્ર પર પોતાની ઉપજ વેચવા નથી જઈ શકતા. તેમને પણ મોટા ખેડૂતોની જેમ બોનસ આપવામાં આવશે. પ્રતિ એકરના હિસાબે અંદાજ કાઢીને આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવશે. જે દુનિયામાં ક્યાંય નથી થયુ તે અમે મધ્ય પ્રદેશમાં કર્યુ. ખેડૂતોને પૂરતુ ખાદ્ય-બીજ ઉપલબ્ધ કરાવ્યુ. ઘઉં અને ડાંગર રેકોર્ડ ટેકાના ભાવે ખરીદ્યા.

આ પણ વાંચોઃ 18 વર્ષ નાની વિદેશી મોડલ સાથે રાહુલ મહાજને કર્યા ત્રીજા લગ્નઆ પણ વાંચોઃ 18 વર્ષ નાની વિદેશી મોડલ સાથે રાહુલ મહાજને કર્યા ત્રીજા લગ્ન

English summary
shivraj singh chauhan says wo to pardesi hain in satna madhya pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X