For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવરાજ, રમણ અને વસુંધરાને નવી જવાબદારી, બનાવવામાં આવ્યા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ

શિવરાજ, રમણ અને વસુંધરાને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના 2-3 મહિના પહેલા ભાજપમાં સંગઠન સ્તર પર મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહ અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે ટ્વીટ થકી આ નિયુક્તિની જાણકારી આપી છે.

bjp

જણાવી દઈએ કે રાજસ્થાનમાં વસુંધરા રાજે ઉપરાંત 15 વર્ષથી છત્તીસગઢના મુખ્યમંત્રી હેલ રમણ સિંહ અને 13 વર્ષથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહેલ શિવરાજ સિંહ પોત-પોતાના રાજ્યોમાં સત્તા ગુમાવી બેઠા છે. પરંતુ હવે ભાજપ મિશન 2019ની શરૂઆત 11-12 જાન્યુઆરીથી દિલ્હીના રામલીલા મેદાનમાં થનાર રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કરશે.

આ બેઠકમાં દેશભરથી પાર્ટીના નેતા અને કાર્યકર્તા ભાગ લેશે. પીએમ નરેન્દ્ર મોદી પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપશે. જો કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપે સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા આક્ષણ આપીને પા્ટીથી નારાજ માનવામાં આવી રહેલ સવ્ણ મતદાતાઓ વચ્ચે પકડ મજબૂત કરવાની કોશિશ કરી છે. કેમ કે તાજેતરમાં જ ભાજપે ત્રણ રાજ્યોમાં પોતાની સત્તા ગુમાવી દીધી છે. એવામાં ભાજપ હવે દરેક ફેસલો જાણી-વિચારીને લઈ રહ્યું છે.

આ પણ વાંચો- સીબીઆઈ ડિરેક્ટર પદથી આકોલ વર્માને હટાવાયા, કોંગ્રેસે કહ્યું- તપાસથી ડરીને મોદીએ લીધો ફેસલો

English summary
Shivraj Singh Chouhan, Raman Singh and Vasundhara Raje appointed national vice presidents of BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X