For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: પતિ માટે વોટ માંગવા ગઈ સાધના, બની ગુસ્સાનો શિકાર

મધ્યપ્રદેશ વિધાનસભા માટે 28 નવેમ્બરે મતદાન થશે. એવી સ્થિતિમાં પ્રદેશમાં પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ વિધાનસભા માટે 28 નવેમ્બરે મતદાન થશે. એવી સ્થિતિમાં પ્રદેશમાં પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ માટે પણ તેમની પાર્ટી અને તેનો પરિવાર જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે. હાલમાં જ તેમની પત્ની સાધના સિંહ પોતાના પતિ માટે તેમના વિધાનસભા ક્ષેત્રમાં વોટ માંગવા માટે પહોંચી હતી, જ્યાં તેમને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું. તેનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ પણ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશ ચૂંટણીઃ કોંગ્રેસે 13 ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર કર્યું

મહિલાએ મુખ્યમંત્રીની પત્નીને ખરી ખોટી સંભળાવી

મહિલાએ મુખ્યમંત્રીની પત્નીને ખરી ખોટી સંભળાવી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પત્ની સાધના સિંહ પોતાના પતિ માટે વોટ માંગવા પહોંચી હતી. સાધના સિંહ જયારે પતિ માટે વોટ માંગી રહી હતી ત્યારે એક મહિલાએ તેના પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. કેટલાક મહિલાઓ વિસ્તામાં પાણીની સમસ્યાને કારણે પરેશાન હતી. તેમને તેનો ગુસ્સો સીએમની પત્ની પર ઠાલવ્યો. મહિલાએ કહ્યું કે વોટ માંગવાને સમયે બધા જ કહે છે કે થઇ જશે પરંતુ પાણી ક્યારેય પણ નથી મળતું.

અસહજ થઈને સાધના ત્યાંથી નીકળી જાય છે

અસહજ થઈને સાધના ત્યાંથી નીકળી જાય છે

મહિલા કહે છે કે 'મેડમ તમે અમને તરસ્યા જ મારી નાખ્યા'. આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલાની ફરિયાદ પછી બધા જ લોકોને તેને સમજાવવામાં લાગે છે. મુખ્યમંત્રીની પત્ની પણ મહિલાને સમજાવે છે કે બધી જ સુવિધાઓ મળશે. પરંતુ ત્યારપછી તેઓ થોડા પરેશાન થઈને ત્યાંથી નીકળી જાય છે.

કોંગ્રેસ-ભાજપમાં આ વખતે જોરદાર ટક્કર

કોંગ્રેસ-ભાજપમાં આ વખતે જોરદાર ટક્કર

છેલ્લા ત્રણ વખતથી પ્રદેશમાં કમાન સાંભળ્યા પછી શિવરાજ સિંહ ક્યારેય પણ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર માટે નથી જતા. તેમના માટે આ કામ તેમની પત્ની સાધના સિંહ, દીકરો કાર્તિકેય અને પાર્ટીના કાર્યકર્તાઓ જ કરે છે. આ વખતે શિવરાજ સિંહ સામે બુધનીથી કોંગ્રેસે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ યાદવને ઉતાર્યો છે. કેટલાક સર્વે અનુસાર કોંગ્રેસ મધ્યપ્રદેશમાં ભાજપને જોરદાર ટક્કર આપી શકે છે.

English summary
Madhya Pradesh CM Shivraj Singh Chouhan's wife Sadhna Singh faced angry public
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X