For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવરાજે લીધી હતી અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા, પછી કેવી રીતે મળી સાધના, વાંચો તેમની લવસ્ટોરી

આજે જાણીએ શિવરાજસિંહના અંગત જીવન વિશે વાત કરીએ અને તમને જણાવીએ તેમની લવ સ્ટોરી વિશે.

|
Google Oneindia Gujarati News

સોમવારે મધ્ય પ્રદેશમાં ભાજપ નેતા શિવરાજ સિંહ ચૌહાણે ચોથી વાર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા અને આ સાથે જ શિવરાજ સિંહે સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. એમપીના મામા અને ભાજપના લોકપ્રિય નેતાઓમાંના એક શિવરાજ સિંહ પોતાના અંગત જીવનમાં ઘણા વિનાદપ્રિય અને ધૈર્યશીલ વ્યક્તિ કહેવાય છે. ચાલો, આજે જાણીએ તેમના અંગત જીવન વિશે વાત કરીએ અને તમને જણાવીએ તેમની લવ સ્ટોરી વિશે.

શિવરાજે કરી હતી આજીવન અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા

શિવરાજે કરી હતી આજીવન અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા

વાસ્તવમાં 5 માર્ચ, 1959ના રોજ જૈતગાંવ, સિહોરમાં જન્મેલા શિવરાજ સિંહ ચૌહાણનુ વલણ બાળપણથી જ રાજનીતિ તરફ વળી ગયુ હતુ. વર્ષ 1972માં જ શિવરાજ સિંહ ચૌહાણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ ગયા હતા અને રાજકીય આંદોલન અને સેવાશ્રમ કરીને શિવરાજ સિંહ ચૌહાણે નિર્ણય કરી લીધો હતો કે તે આજીવન અપરિણીત જ રહેશે. તેમણે પોતાના માતાપિતાની સામે જ હંમેશા કુંવારા રહેવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

બહેનની જીદથી મળી સાધના

બહેનની જીદથી મળી સાધના

માતાપિતાની તમામ કોશિશો છતાં પણ જ્યારે શિવરાજ સિંહ ન માન્યા તો મા-બાપે પણ જિદ છોડી દીધી અને તેમનાથી નાના ભાઈ અને બહેનોના લગ્ન કરાવવાનુ શરૂ કરી દીધુ પરંતુ 1991માં શિવરાજ સિંહ ચૌહાણનો વિચાર બદલાઈ ગયો, તે આ વર્ષે પહેલી વાર વિદિશા સંસદીય વિસ્તારથી સાંસદ ચૂંટાયા હતા ત્યારબાદ તેમની બહેને તેમની સામે એક છોકરી સાથે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો, જો કે શિવરાજ સિંહે ના પાડી દીધી પરંતુ બહેનની જીદ આગળ તેમણે એક વાર એ છોકરીને મળવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. જો કે તે એમ વિચારીને બેઠા હતા કે તે છોકરીને મળતા જ લગ્ન મટે ના પાડી દેશે પરંતુ વિધાતાને કંઈક બીજુ જ મંજૂર હતુ.

સાધનાને જોતા જ શિવરાજ ભૂલી ગયા પોતાની પ્રતિજ્ઞા

સાધનાને જોતા જ શિવરાજ ભૂલી ગયા પોતાની પ્રતિજ્ઞા

તે છોકરી હતી ગોંદિયાના મતાની પરિવારની દીકરી સાધના, જેને જોતા જ શિવરાજ સિંહ પોતાની બધી પ્રતિજ્ઞા ભૂલી ગયા, સાધના પહેલી નજરમાં જ શિવરાજસિંહને ગમી ગઈ અને તેમણે લગ્ન માટે હા કહી દીધુ. સાધનાની સાદગીએ શિવરાજ સિંહને એટલી હદે પ્રભાવિત કરી દીધી કે તેમણે પોતાના પ્રેમની વાત કહેવા માટે સાધનાને પત્ર પણ લખ્યો હતો. જેમાં પોતાના પ્રેમના ઈઝહાર સાથે સાધનાને શિવરાજ સિંહે પોતાના કામ વિશે અને સમાજસેવા વિશે પણ જણાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે તે સામાન્ય પતિ-પત્ની જેવુ જીવન નહિ જીવી શકે.

6 મે 1992ના રોજ શિવરાજ અને સાધના લગ્નના બંધનમાં બંધાઈ ગયા...

6 મે 1992ના રોજ શિવરાજ અને સાધના લગ્નના બંધનમાં બંધાઈ ગયા...

સાધનાને પણ શિવરાજની આ સચ્ચાઈ ગમી ગઈ અને તેમણે તેમની સાથે જીવન પસાર કરવાનો નિર્ણય લઈ લીધો અને આજે બંને આદર્શ પતિ-પત્ની તરીકે સમાજમાં ઓળખાય છે. 6 મે, 1992ના રોજ શિવરાજ અને સાધના લગ્નના બંધનમાં બંધાઈ ગયા. લગ્ન બાદ શિવરાજ સિંહનુ કદ રાજનીતિમાં વધતુ ગયુ અને સાધના ઉપર ઘરની જવાબદારી વધી ગઈ પરંતુ સાધના પોતાનુ વચન નિભાવીને ખૂબ જ સુંદર રીતે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.

આ રીતે બન્યા તે શિવની સાધના

આ રીતે બન્યા તે શિવની સાધના

એક ઈન્ટરવ્યુમાં શિવરાજ સિંહે કહ્યુ હતુ કે સાધનાએ તેમની પાસે ક્યારેય કોઈ જિદ નથી કરી અને જ્યારે દીકરા કુણાલ અને કાર્તિકેય સ્કૂલે જવા લાગ્યા તો પેરેન્ટ્સ ટીચર મીટિંગથી લઈને અભ્યાસ સુધી બધી જવાબદારી તેમની પત્ની જ સંભાળે છે. દરેક સફળ પુરુષ પાછળ એક મહિલા હોય છે અને મારી સફળતા પાછળ મારી પત્ની સાધના જ છે.

આ પણ વાંચોઃ કોરોનાઃ દેશના 30 રાજ્યોમાં લૉકડાઉન, સંક્રમિતોનો આંકડો 471 પહોંચ્યોઆ પણ વાંચોઃ કોરોનાઃ દેશના 30 રાજ્યોમાં લૉકડાઉન, સંક્રમિતોનો આંકડો 471 પહોંચ્યો

English summary
Shivraj Singh Chouhan sworn in as Madhya Pradesh CM for 4rth time,here is interesting love story, please read something unknwon facts about his wife Sadhna Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X