For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સિંહને 'ધી એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ગણાવવા પર શિવસેનાએ આપ્યું મોટું નિવેદન

એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરને લઈ આ શું બોલી શિવસેના?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ધી એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મને લઈ કોંગ્રેસ અને ભાજપ જંગે ચઢ્યા છે. હવે આ મામલાને લઈ શિવસેનાએ પણ પોતાનું મંતવ્ય આપ્યું છે. ધી એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મ પર મચેલ બબાલ વચ્ચે શિવસેનાએ મનમોહન સિંહને એક્સીડેન્ટલ પીએમ નહિ બલકે એક સફળ પ્રધાનમંત્રી ગણાવ્યા.

શિવસેનાએ મનમોહન સિંહનો સાથ આપ્યો

શિવસેનાએ મનમોહન સિંહનો સાથ આપ્યો

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો કોઈ પીએમ દેશની 10 વર્ષ સુધી સેવા કરે છે અને લોકો તેમનું સન્માન કરે છે તો એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર કઈ રીતે હોય શકે છે. સંજય રાઉતે કહ્યું કે પીવી નરસિમ્હારાવ બાદ કોઈ સફળ પીએમ રહ્યા હોય તો તે મનમોહન સિંહ છે.

ફિલ્મને લઈ કોંગ્રેસ-ભાજપ વચ્ચે ઘમાસાણ

ફિલ્મને લઈ કોંગ્રેસ-ભાજપ વચ્ચે ઘમાસાણ

અનુપમ ખેરની ફિલ્મ ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદ વધી ગયો છે. આ ફિલ્મના મુખ્ય કિરદારની ભૂમિકા નિભાવનાર એક્ટર અનુપમ ખેર પર કોંગ્રેસે ભારે પ્રહાર કર્યા છે તો ભાજપ આ મુદ્દાને કોંગ્રેસની વિરુદ્ધ એક હથિયારના રૂપે ઉપયોગ કરવાની પૂરી કોશિશમાં લાગ્યો છે. આ ફિલ્મ તત્કાલીન પીએમ મનમોહન સિંહના મીડિયા સલાહકાર સંજય બારૂના પુસ્તક પર આધારિત છે.

કોંગ્રેસે ફિલ્મનો વિરોધ કર્યો

કોંગ્રેસે ફિલ્મનો વિરોધ કર્યો

અગાઉ મહારા્ટ્ર યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મનમોહન સિંહ પર બનેલ ફિલ્મ ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરના નિર્માતાઓને ચિઠ્ઠી લખીને માગણી કરી હતી કે ફિલ્મ રિલીઝ થતા પહેલા તેમને દેખાડવામાં આવે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ કહ્યું હતું કે તેઓ ફિલ્મને રિલીઝ પહેલા જોવા માગે છે કે ફિલ્મમાં કંઈ ખોટું કે આપત્તિજનક સામગ્રીતો નથીને. જો એવું થયું તો તે સીન ડિલિટ કરવા પડશે.

અચાનક માયાવતીના દિલ્હી સ્થિત બંગલે પહોંચ્યા અખિલેશ, કરી દીધી UPની ડીલ સીલઅચાનક માયાવતીના દિલ્હી સ્થિત બંગલે પહોંચ્યા અખિલેશ, કરી દીધી UPની ડીલ સીલ

English summary
shivsena backs manmohan singh and called him successful not accidental pm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X