For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ લગાવી કોરોના રસી, જાણો શિવસેનાએ શું કહ્યુ

પીએમ મોદીના વેક્સીન લીધા બાદ શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશભરમાં આજથી કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. બીજા તબક્કા હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો ઉપરાંત 45 વર્ષથી વધુ ઉંમરના એ લોકોને કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવશે, જે ગંભીર બિમારીઓથી પીડિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્લી સ્થિત એઈમ્સમાં કોરોના વાયરસ વેક્સીનનો પહેલો ડોઝ લીધો. પીએમ મોદીને ભારત બાયોટેકની કોવેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો. પીએમ મોદીના વેક્સીન લીધા બાદ શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કરીને તેમની પ્રશંસા કરી છે.

pm modi

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કરીને કહ્યુ, 'ખુશીની વાત છે કે પ્રધાનમંત્રી મોદીએ આજે કોરોના વાયરસની વેક્સીન કોવેક્સીનનો ડોઝ લીધો. તેમનુ આ પગલુ લોકોના મનમાંથી કોરોના વાયરસ વેક્સીન વિશે ઉઠેલી શંકાઓ અને સંકોચને ખતમ કરવામાં બહુ જ પ્રભાવી થશે. દેશા વધુને વધુ લોકોને કોરોના વાયરસ વેક્સીન આપવા માટે શરૂ કરવામાં આવેલ આ તબક્કો ખૂબ જ મહત્વનો છે અને હું બધાના આરોગ્ય અને સુરક્ષિત રહેવાની પ્રાર્થના કરુ છુ.'

'લગાવી પણ દીધી, ખબર પણ ન પડી'

તમને જણાવી દઈએ કે વિપક્ષના અમુક નેતા સતત કોવેક્સીનના પ્રભાવ વિશે સવાલ ઉઠાવી રહ્યા હતા. એવામાં પ્રધાનમંત્રી મોદીએ કોવેક્સીનનો ડોઝ લઈને વિપક્ષને જવાબ આપ્યો છે. પીએમ મોદીને વેક્સીન લગાવનાર સિસ્ટર પી નિવેદા સાથે જ્યારે આ વિશે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યુ કે, 'પીએમ મોદીને આજે કોવેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે, તેના 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. તેમણે મને પૂછ્યુ કે તમે ક્યાંના રહેવાસી છો? રસી લગાવ્યા બાદ પીએમ મોદીએ કહ્યુ- લગાવી પણ દીધી, ખબર પણ ન પડી.'

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,510 નવા કેસ અને 106 મોતછેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,510 નવા કેસ અને 106 મોત

English summary
Shivsena reaction on PM Narendra Modi coronavirus vaccine first dose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X