For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉપસભાપતિ ચૂંટણીઃ શિવસેનાનો એનડીએને સાથ, હરિવંશની જીત

રાજ્યસભામાં શિવસેના તરફથી સાંસદ સંજય રાઉતે એનડીએના ઉપસભાપતિ ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહના નામના પ્રસ્તાવને સમર્થન કર્યુ.

|
Google Oneindia Gujarati News

રાજ્યસભા ઉપસભાપતિની ચૂંટણી માટે એનડીએ અને યુપીએ ગ્રુપના ઉમેદવાર પોત પોતાનું ભાગ્ય અજમાવી લીધુ છે. રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેનના પદ માટે એનડીએ તરફથી હરિવંશ નારાયણ સિંહના નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હરિવંશ નારાયણ સિંહના મુખ્ય પ્રસ્તાવકાર બન્યા. મતદાન પહેલા જ યુપીએને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે આપ, બીજેડી અને YSRCP એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. એનડીએને શિવસેનાનો સાથે મળ્યો અને હરિવંશ નારાયણ સિંહની જીત થઈ.

uddhhav thackeray

રાજ્યસભામાં શિવસેના તરફથી સાંસદ સંજય રાઉતે એનડીએના ઉપસભાપતિ ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહના નામના પ્રસ્તાવને સમર્થન કર્યુ. એ પહેલા એવા સમાચાર આવી રહ્યા હતા કે શિવસેના એનડીએથી અંતર જાળવી શકે છે. પરંતુ ભાજપ અને જદયુએ ગમે તે પ્રકારે મનાવી લીધા અને સંસદમાં હરિવંશ નારાયણ સિંહ માટે સમર્થન મેળવી જ લીધુ.

કોંગ્રેસ પર આપે હુમલો કર્યો અને સંજય સિંહે કહ્યુ કે કોંગ્રેસના વલણને જોતા અમે લોકોએ રાજ્યસભાના ઉપસભાપતિ ચૂંટણીથી બહાર રહેવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષી એકતામાં કોંગ્રેસ સૌથી મોટી બાધા છે. સંજય સિંહે કહ્યુ કે રાહુલ ગાંધી મોદીને ગળે મળી શકે છે પરંતુ સમર્થન માટે અરવિંદ કેજરીવાલને ફોન નથી કરી શકતા.

English summary
shivsena supports nda candidate harivansh narayan singh for deputy chairman post in rajya sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X