For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશી પ્રવાસીઓને કારણે ભારત-પાક બોર્ડર પર વધી રહી છે પુરુષ વેશ્યાવૃત્તિ

|
Google Oneindia Gujarati News

જયપુર, 9 નવેમ્બરઃ આ સમાચાર વાચીને તમે આશ્ચર્ય પામશો કારણ કે ભારતમાં અત્યારસુધી મહિલાઓની વેશ્યાવૃત્તિમાં સામેલ થવાના સમાચાર આવતા રહે છે. આ વખતે એવા સમાચાર છેકે ભારત-પાક આંતરરાષ્ટ્રીય સીમા નજીક રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં પુરુષ વેશ્યાવૃત્તિ ઝડપથી વધી રહી છે. રાજ્ય મહિલા આયોગે આ ચિંતા જાહેર કરી છે. આયોગે કહ્યું કે, વિદેશી પ્રવાસીઓના કારણે આ સ્થિતિ ઉભી થઇ રહી છે. મહિલા આયોગ અનુસાર 12મા ધોરણમાં એક વિદ્યાર્થીએ લાંબા સમય પછી દેહશોષણ થવાની જાણકારી આપી છે.

male-prostitution
પીટીઆઇ અનુસાર રાજસ્થાન રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લાડ કુમારી જૈને કહ્યું કેવેશ્યાવૃત્તિની સ્થિતિ જાણવા માટે જ્યારે આયોગની ટીમ જેસલમેર પહોંચી તો 12માં ધોરણ અભ્યાસ કરતા એક છાત્રએ પોતે લાંબા સમયથી દેહશોષણ થવાની જાણકારી આપી. વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરનાર હાલ જેલમાં છે. તેમણે જણાવ્યું કે, પુરુષ વેશ્યાવૃત્તિના વ્યવસાયથી જેસલમેર સ્થિત કિલ્લાના ઉપરી વિસ્તારમાં રહેતા એક સમુદાયના પુરુષો લાંબા સમયથી જોડાયેલા છે.

તેમનુ દેહશોષણ કરનારાઓમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે છે. જૈને લોકો પાસેથી મળેલી માહિતી અનુસાર જણાવ્યું કે, જેસલમેરના સમના ઘૌરોમાં એક સમુદાય સાથે સંબંધ ધરાવતા પુરુષો અને મહિલાઓ વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં લિપ્ત છે. મહિલાઓની સાથોસાથ પુરુષો વેશ્યાવૃત્તિ પણ આ ક્ષેત્રમાં ઝડપથી વધી રહી છે. તેમણે જણાવ્યું કે, જોધપુર, ઉદેપુર, જેસલમેરની કેટલીક હોટલ અને તેના રૂમો વેશ્યાવૃત્તિ માટે ચિન્હિત છે. આ અંગે લોકોએ મહિલા આયોગના સભ્યોને જાણકારી આપી.

જૈને કહ્યું કે, પ્રદેશમાં ઝડપથી વધી રહેલા પ્રવાસન, ભૂમિ વ્યવસાય, ખાન, ઉદ્યોગના કારણે મહિલા વેશ્યાવૃત્તિમાં ઘણો વધારો થઇ રહ્યો છે, પરંતુ આ સાથે જ પુરુષ વેશ્યાવૃત્તિમાં થઇ રહેલો વધારો ચિંતાનો વિષય છે. તેમણે જણાવ્યું કે, સરહદી વિસ્તારો ઉપરાંત રાજધાની નજીકના ફાગીમાં પણ એક સમાજના કેટલાક પરિવારોના પુરુષો આ કામમાં જોડાયેલા છે, મહિલાઓ તો પહેલાથી જ આ ધંધામાં જોડેયાલી હતી.

English summary
Rajasthan Women's Commission chief Laad Kumari Jain on Saturday voiced concern over flourishing male prostitution at the tourist destination of Jaisalmer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X