For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુમાં એક લીબું 23 હજાર રૂપિયામાં વેચાયું

|
Google Oneindia Gujarati News

તમે અત્યારસુધી બજારમાંથી 3 રૂપિયાથી લઇને 10 રૂપિયામાં લીબુ લીધું હશે. પણ કદી તમે કોઇ લીંબુ માટે 23 હજાર રૂપિયા આપ્યા છે? નહીં ને. પણ કહેવાય છેને આસ્થા આગળ નાણાંની કોઇ કિંમત નથી. તેવું જ કંઇક બન્યું છે તમિલનાડુના વિલ્લૂપુરમમાં.

lemon

અહીંના ઇડુમંબન મંદિરમાં ઉથીરામ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. 11 દિવસ ચાલતા આ ઉત્સવના અંતે દેવી દેવતાઓને ચઢાવામાં આવેલા ફળોની નિલામી થાય છે. લોકોમાં માન્યતા છે કે અહીં ચઢાવામાં આવેલા ફળોમાં અને ખાસ કરીને લીબુંમાં ચમત્કારી શક્તિ હોય છે. અને આવા લીબુને કારણે પરિવારમાં સમુદ્ધિ આવે છે. એટલું જ નહીં આટલી ગરમીમાં પણ આ લીબું કેટલાય દિવસ સુધી પીળા નથી પડતા અને લીલા જ રહે છે.

તેથી જ જ્યારે આ વર્ષે આ મંદિરમાં લીબુંની નિલામી કરવામાં આવી તો એક લીંબુ 23 હજાર રૂપિયામાં વેચાયું. એટલું જ નહીં અન્ય 10 લીંબુઓને પણ શ્રદ્ઘાળુઓએ 61 હજાર રૂપિયામાં ખરીદ્યા.

English summary
Shocking price of lemon in a temple bidding 11 lemons sold in 94 thousands, 1 lemon was sold in 23 thousand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X