For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shocking Secrets: મહાભારત સાથે જોડાયેલા કેટલાક રોચક રહસ્યો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મહાભારત, વિશ્વનો સૌથી લાંબો સાહિત્યિક ગ્રંથ અને મહાકાવ્ય, હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથોમાંથી એક છે. આ ગ્રંથને હિન્દુ ધર્મમાં પાચમો વેદ ગણવામાં આવે છે. આ ગ્રંથને દરેક ધરમાં વાંચવામાં આવે છે. મહાભારત ફક્ત યોદ્ધાઓની ગાથાઓ સુધી સિમીત નથી. મહાભારત સાથે શાપ, વચન અને આર્શીવાદમાં પણ રહસ્ય છુપાયેલા છે.

હિન્દુ માન્યતાઓ, પૌરાણિક સંદર્ભો તથા સ્વયં મહાભારતના અનુસાર આ કાવ્યના રચનાકાર વેદવ્યાસજીને ગણવામાં આવે છે. આ કાવ્યને રચયિતા વેદવ્યાસજીએ પોતાના આ અનુપમ કાવ્યમાં વેદો, વેદાંગો અને ઉપનિષદોના ગુઢ રહસ્યોનું નિરૂપણ કર્યું છે. આ ઉપરાંત આ કાવ્યમાં ન્યાય, શિક્ષા, સારવાર, જ્યોતિષ, યુદ્ધનીતિ, યોગશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, કામશાસ્ત્ર, ખગોળવિદ્યા તથા ધર્મશાસ્ત્રનો પણ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.

આ કાવ્યમાં તમને અનેક છુપાયેલા રહસ્યો મળી જશે જેના વિશે તમે કલ્પના પણ કરી નહી હોય.

મહાભારત કાલીન ટેક્નોલોજી

મહાભારત કાલીન ટેક્નોલોજી

મહાભારતમાં તેનું વર્ણન મળે છે- ''तदस्त्रं प्रजज्वाल महाज्वालं तेजोमंडल संवृतम।।'' ''सशब्द्म्भवम व्योम ज्वालामालाकुलं भृशम। चचाल च मही कृत्स्ना सपर्वतवनद्रुमा।।'' 8 ।। 10 ।।14।। અર્થાત બ્રહ્માસ્ત્ર છોડ્યા બાદ ભયંકર વાયુ જોરદાર જોરદાર થપ્પદ મારવા લાગી. સહસ્ત્રાવધિ ઉલ્કા આકાશમાંથી પડવા લાગી. ભૂતમાતરાને ભયંકર મહાભય ઉત્પન્ન થઇ ગયો. આકાશમાં મોટો શબ્દ થયો. આકાશ સળગાવવા લાગ્યું પર્વત, વન, વૃક્ષોની સાથે પૃથ્વી હલી ગઇ. હવે પ્રશ્ન ઉદભવે છે કે શું ખરેખર આપણી આજની ટેક્નોલોજી કરતાં વધુ ઉન્નત હતી મહાભારતકાળની ટેક્નોલોજી?

કૌરવ કેવી રીતે થયા 100

કૌરવ કેવી રીતે થયા 100

કૌરવોને કોણ ઓળખતું નથી. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના 99 પુત્ર અને એક પુત્રી હતી જેમને કૌરવ કહેવામાં આવતા હતા. કુરૂ વંશના હોવાના લીધે તે કૌરવો કહેવાયા. બધા કૌરવોમાં દુર્ધોધન સૌથી મોટો હતો. ગાંધારી જ્યારે ગર્ભવતી હતી, ત્યારે ધૃતરાષ્ટ્રે એક દાસી સાથે સહવાગ કર્યું હતું જેના લીધી યુયુત્સુ નામના પુત્રનો જન્મ થયો. આ પ્રકારે કૌરવો સો થઇ ગયા.

ક્યાંથી આવી રાશિઓ

ક્યાંથી આવી રાશિઓ

મહાભારતના સમયમાં રાશિઓ ન હતી. જ્યોતિષ 27 નક્ષત્રો પર આધારિત હતું, ના કે 12 રાશિઓ પર. નક્ષત્રોમાં પહેલાં સ્થાન પર રોહિણી હતું, ના કે અશ્વિની. જેમ-જેમ સમય પસાર થયો ગયો, વિભિન્ના સભ્યતાઓએ જ્યોતિષમાં પ્રયોગ કર્યા અને ચંદ્રમા અને સૂર્ય આધારિત પર રાશિઓ બનાવી અને લોકોનું ભવિષ્ય ભાખવાનું શરૂ કર્યું, જ્યારે વેદ અને મહાભારતમાં આ પ્રકારની વિદ્યાનો કોઇ ઉલ્લેખ મળતો નથી જેથી એ ખબર પડે કે ગ્રહ નક્ષત્ર વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે.

મહાભારત યુદ્ધમાં વિદેશી પણ સામેલ

મહાભારત યુદ્ધમાં વિદેશી પણ સામેલ

એક તરફ જ્યાં યવન દેશની સેનાએ યુદ્ધમાં ભાગ લીધો હતો તો બીજી તરફ ગ્રીક, રોમન, અમેરિકા, મેસિડોનિયન વગેરે યોદ્ધાઓ લડાઇમાં સામેલ થવાનો પ્રસંગ આવે છે. આ આધાર પર એમ માનવામાં આવે છે કે મહાભારત વિશ્વનું પ્રથમ યુદ્ધ હતું.

મહાભારતને વેદવ્યાસે લખ્યું

મહાભારતને વેદવ્યાસે લખ્યું

વેદવ્યાસ કોઇ નામ નથી, પરંતુ એક ઉપાધિ છે, જે વેદોનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિને આપવામાં આવતી હતી. કૃષ્ણદૈપાયન પહેલાં 27 વેદવ્યાસ થઇ ચૂક્યા હતા, જ્યારે તે પોતે 28 વેદવ્યાસ હતા. તેમનું નામ કૃષ્ણદૈપાયન એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે તેમનો રંગ કાળો (કૃષ્ણ) હતો અને તે દ્રીપ પર જન્મ્યા હતા.

કેવી રીતે થઇ અભિમન્યુની હત્યા

કેવી રીતે થઇ અભિમન્યુની હત્યા

લોકોને એ જાણે છે કે અભિમન્યુંની હત્યા ચક્રવ્યૂહમાં સાત મહારથિઓ દ્વારા કરવામાં આવી હતી. આ સાતો મહારથીઓએ મળીને અભિમન્યુની હત્યા કરી દિધી હતી પરંતુ આ સત્ય નથી. મહાભારતના અનુસાર, અભિમન્યુંએ બહાદુરીપૂર્વક લડતાં ચક્રવ્યૂહમાં હાજર સાતમાંથી એક મહારથીને મારી નાખ્યો હતો. જેથી નારાજ થઇને દુશાસનના પુત્રએ અભિમન્યુંની હત્યા કરી દિધી.

English summary
Everyone has heard or read about the epic, Mahabharat. While most of the things from the scripture is known and mentioned, there are a lot of secrets that were not revealed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X