For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જનતા દરબાર દરમિયાન બિહારના મુખ્યમંત્રી પર ફેંકાયું ચપ્પલ

|
Google Oneindia Gujarati News

પટણા, 5 જાન્યુઆરી: પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી હંમેશા વિવાદોમાં રહેલા બિહારના મુખ્યમંત્રી જીતન રામ માંઝી પર સોમવારે કોઇએ ચપ્પલ ફેંકીને માર્યું હતું. ઘટના એ સમયની છે જ્યારે મુખ્યમંત્રી માંઝી જનતા દરબાર લગાવીને લોકોની સમસ્યા સાંભળી રહ્યા હતા. જે જાણકારી મળી છે એ અનુસાર ચપ્પલ ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જાણકારી અનુસાર ચપ્પલ ફેંકનાર શખ્સનું નામ અમિત બોઝ બતાવવામાં આવી રહ્યું છે જે બિહારના છપરાનો રહેનારો છે. આજે માંઝીએ પટણામાં લોકોની સમસ્યા સાંભળવા માટે જનતા દરબાર લગાવીને બેઠા હતા. જેમાં છપરાના એક બેરોજગાર યુવક પોતાની સમસ્યા લઇને આવ્યો હતો, પરંતુ તેને માંઝી સાથે મળવાની તક આપવામાં આવી નહીં જેનાથી તે નારાજ થઇ ગયો.

jitan ram manji
નારાજ યુવકે માંઝી પર ચપ્પલ ફેંકી દીધું જોકે યુવકનું ચપ્પલ માંઝી સુધી પહોંચ્યું નહીં કારણ કે તે મુખ્યમંત્રીથી ઘણો દૂર હતો. પરંતુ પોલીસે હાલમાં યુવકની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે રાજનેતાઓ પર ચપ્પલ ફેંકવાની ઘટના આ પહેલા પણ બની ચૂકી છે

ગયા વર્ષે પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પર પણ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન એક યુવકે ચપ્પલ ફેંકીને માર્યું હતું. જ્યારે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની પણ એ રાજનેતાઓમાં ગણતરી થાય છે જેમની પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હોય.

English summary
A man has been arrested after he threw a shoe at Bihar Chief Minister Jitan Ram Manjhi; the shoe missed its mark.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X