For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદીઓથી ડર્યા પોલિસકર્મી, 3 SPO ની હત્યા બાદ 4 જવાનોના રાજીનામા

આતંકવાદીઓએ સાઉથ કાશ્મીરના શોપિયાંમાંથી અપહરણ કરાયેલ ત્રણ પોલિસકર્મીઓની હત્યા કરી દીધી છે. આ ઘટના બાદ રાજ્ય પોલિસના ચાર જવાન અત્યાર સુધીમાં રાજીનામા આપી ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

આતંકવાદીઓએ સાઉથ કાશ્મીરના શોપિયાંમાંથી અપહરણ કરાયેલ ત્રણ પોલિસકર્મીઓની હત્યા કરી દીધી છે. આ ઘટના બાદ રાજ્ય પોલિસના ચાર જવાન અત્યાર સુધીમાં રાજીનામા આપી ચૂક્યા છે. આ જવાનોએ વીડિયો જારી કરીને પોતાના રાજીનામાનું એલાન કર્યુ છે. સ્પષ્ટ છે કે આતંકીઓના મનસૂબા સામે જવાનોનો ડર વધી રહ્યો છે. ત્રણ સપ્તાહ પહેલા જ જમ્મુ કાશ્મીર પોલિસના 11 સંબંધીઓને સાઉથ કાશ્મીરમાંથી અપહ્રત કરવામાં આવ્યા હતા. જો કે પોલિસે કરેલી કાર્યવાહી બાદ તેમને છોડી પણ મૂકવામાં આવ્યા હતા. પોલિસે હિઝબુલના આતંકી રિયાઝ નાઈકૂના પિતાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારે સંબંધીઓને છોડાવી શકાયા હતા. જો કે પોલિસની કાર્યવાહીનો કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો.

રિયાઝ નાઈકૂએ લીધી જવાબદારી

રિયાઝ નાઈકૂએ લીધી જવાબદારી

રાજીનામા આપનારામાં શોપિયાંમાં રહેતા તે એસપીઓ પણ શામેલ છે જેમણે છ વર્ષ પોલિસ ડિપાર્ટમેન્ટમાં વિતાવ્યા છે. જે એસપીઓએ રાજીનામા આપ્યા છે તેમના નામ છે શબ્બીર અહેમદ, ઈરશાદ બાબા, તઝમુલ અને નવાઝ અહેમદ. શોપિયામાં માર્યા ગયેલા પોલિસકર્મીઓની હત્યાની જવાબદારી રિયાઝ નાઈકૂએ લીધી છે. માર્યા ગયેલા બધા ત્રણે પોલિસકર્મીઓની ગોળીઓથી વિંધાયેલા શબ તેમના ગામની પાસેથી મળ્યા છે. આ સપ્તાહે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ તરફથી એક વીડિયો જારી કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં આતંકીઓએ ધમકી આપી હતી કે પોલિસકર્મી ઓનલાઈન પોતાના રાજીનામા આપે અથવા મરવા માટે તૈયાર રહે.

આ પણ વાંચોઃ રામ મંદિરના બદલે મોદી મુસલમાનોની પત્નીઓની વકીલાત કરવા લાગ્યાઃ તોગડિયાઆ પણ વાંચોઃ રામ મંદિરના બદલે મોદી મુસલમાનોની પત્નીઓની વકીલાત કરવા લાગ્યાઃ તોગડિયા

અંજામ ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે

અંજામ ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે

ગૃહ મંત્રાલય તરફથી કાશ્મીરના ઘણા ગામોમાં આ વીડિયો ફેલાયા બાદ સહુ ચિંતિત થઈ ગયા હતા. આ વીડિયો કુલગામમાં લાંસ નાયક મલિકની હત્યા બાદ સામે આવ્યો હતો. શુક્રવારે સવારે હિઝબુલ આતંકીઓએ ચાર પોલિસકર્મીઓનું તેમના ઘરેથી અપહરણ કર્યુ હતુ. આ બધાનુ શોપિયાંના કાપરાન ગામથી અપહરણ કરવામાં આવ્યુ હતુ. રાજ્યની પોલિસ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આતંકીઓ સતત પોલિસોને તેમના પદ છોડવાની ધમકી આપી રહ્યા છે. આતંકીઓ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે જો તે આમ નહિ કરે તો પછી તેમને અંજામ ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે.

ઘરમાં ઘૂસીને થઈ રહ્યા છે હુમલા

ગૃહ મંત્રાલયની માનીએ તો આતંકીઓ પર સતત દબાણ વધતુ જઈ રહ્યુ છે કારણકે દરેક મોટી આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યુ છે. ઘાટીમાં વિરોધ પ્રદર્શન અને પત્થરબાજીની ઘટનાઓમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. એટલા માટે જ આતંકીઓ આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે જે ગુસ્સો વધારનારા છે. તે પોલિસ કર્મીઓને તેમના ઘરે જઈને અપહરણ કરીને નિશાન બનાવી રહ્યા છે. માર્ચ, એપ્રિલ, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ માસમાં આતંકીઓએ ક્યારેક સેનાના જવાનોને તો ક્યારેક એસપીઓની હત્યાને અંજામ આપ્યો છે. જૂનમાં સેનાના જવાન ઔરંગઝેબની હત્યા થઈ તો જુલાઈ અને બાદમાં ઓગસ્ટમાં એસપીઓને નિશાન બનાવવામાં આવ્યા. ચાર દિવસ પહેલા જ આતંકીઓએ કુલગામમાં ટેરિટોરિયલ આર્મીના જવાનની હત્યા કરી દીધી હતી. લાંસ નાયક મુખ્તાર અહેમદ મલિક કુલગામમાં પોતાના પુત્રના અંતિમ સંસ્કાર માટે ઘરે આવ્યા હતા જ્યારે આતંકીઓએ તેમને પોતાના નિશાન બનાવ્યા. મલિકના પુત્રનું એક રોડ અકસ્માતમાં મોત થયુ હતુ.

આ પણ વાંચોઃ ‘હર હર મોદી' નો જવાબ ‘બોલ બમ બમ' થી આપશે કોંગ્રેસ, જાણો શું છે રણનીતિઆ પણ વાંચોઃ ‘હર હર મોદી' નો જવાબ ‘બોલ બમ બમ' થી આપશે કોંગ્રેસ, જાણો શું છે રણનીતિ

English summary
Shopian killing: Jammu Kashmir SPO resigning after terrorists murdered 3 police personnel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X