For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shraddha Murder Case: આફતાબે ચાઈનીઝ ચાકૂથી કર્યા હતા શબના ટૂકડા, સૌથી પહેલા આ અંગ કાપ્યુ

દેશના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડમાં પોલીસને ઘણા મહત્વના પુરાવા મળ્યા છે.

|
Google Oneindia Gujarati News

Shraddha Murder Case: દેશના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડમાં પોલીસને ઘણા મહત્વના પુરાવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આફતાબે એક ચાઈનીઝ ચાકૂથી શ્રદ્ધાના શબના ટૂકડા કર્યા હતા. ત્યારબાદ એણે જે જગ્યાએ તેને ફેંક્યા હતા તેનુ લોકેશન પણ પોલીસને જાણવા મળ્યુ છે. આફતાબે શ્રદ્ધાના ફોન વિશે પણ ઘણી મહત્વની માહિતી છે. ફોનની તપાસ ચાલુ છે પરંતુ મળવો મુશ્કેલ લાગી રહ્યો છે.

shraddha

સૂત્રોના જણાવ્યા મુજબ આફતાબે ચાઈનીઝ ચાકૂથી ઘટનાને અંજામ આપવાની વાત કબૂલી લીધી છે. તેણે નાર્કો ટેસ્ટમાં પોલીસને એ લોકેશન પણ જણાવ્યુ જ્યાં તેણે ચાકૂ છૂપાવ્યુ હતુ. આફતાબે પોલીસને જણાવ્યુ કે તેણે હત્યા બાદ સૌથી પહેલા શ્રદ્ધાના હાથ કાપીને તેના ટૂકડા કર્યા હતા. જ્યારે પોલીસે આફતાબના મહેરોલી સ્થિત ફ્લેટની તપાસ કરી તો તેમાંથી ઘણા તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. હાલ પોલીસની ટીમો આફતાબે જે બતાવ્યુ છે ત્યાં સર્ચ ઑપરેશન ચલાવી રહી છે.

બીજી તરફ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે તેનો ફોન પોતાની પાસે રાખ્યો હતો. જ્યારે મુંબઈ પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે પણ ફોન તેની પાસે હતો, જોકે તેણે પછીથી તેને મુંબઈના દરિયામાં ફેંકી દીધો હતો. હવે તે મળવાની શક્યતા ઘણી ઓછી છે. તમને જણાવી દઈએ કે કોર્ટની પરવાનગી બાદ ગુરુવારે દિલ્લીની એક હૉસ્પિટલમાં આરોપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોલીસને ઘણી મહત્વની માહિતી આપી છે.

પોલીસના જણાવ્યા મુજબ આફતાબે 18 મેના રોજ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે ધારદાર હથિયારો ક્યારે ખરીદ્યા હતા તે હવે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો તેણે હત્યા પહેલા ખરીદ્યા હોય તો તે સાબિત થશે કે તે એક યોજનાપૂર્વકની હત્યા હતી. જોકે આફતાબ હજુ પણ કહી રહ્યો છે કે તેણે ગુસ્સામાં આવુ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે આફતાબ અમીન પૂનાવાલાની 12 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી અને તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, જે 17 નવેમ્બરે વધુ પાંચ દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો. 26 નવેમ્બરે કોર્ટે તેને 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.

English summary
Shraddha Case: Aftab cut shraddha's body with chinese knife, throw her mobile in Mumbai sea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X