For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધા વૉકર મર્ડર કેસમાં આરોપી માટે કડકમાં કડક સજા સુનિશ્ચિત કરીશુઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યુ કે દિલ્લી પોલીસ અને કાર્યવાહી દ્વારા શ્રદ્ધા વૉકર કેસમાં ઓછામાં ઓછા સમયમાં આરોપી માટે કડકમાં કડક સજા સુનિશ્ચિત કરીશુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યુ કે દિલ્લી પોલીસ અને કાર્યવાહી દ્વારા શ્રદ્ધા વૉકર કેસમાં ઓછામાં ઓછા સમયમાં આરોપી માટે કડકમાં કડક સજા સુનિશ્ચિત કરીશુ. તેમણે ટાઈમ્સ નાઉ સંમેલનમાં કહ્યુ કે સમગ્ર મામલા પર મારી નજર છે. હું દેશના લોકોને માત્ર એટલુ જ કહેવા માંગુ છુ કે જેણે પણ આ કર્યુ છે તેને દિલ્લી પોલીસ અને પ્રોસિક્યુશન ઓછામાં ઓછા સમયમાં કાયદા અને અદાલતના માધ્યમથી કડકમાં કડક સજા સુનિશ્ચિત કરશે. શાહે કહ્યુ કે દિલ્લી અને મુંબઈ પોલીસ વચ્ચે તાલમેલનો અભાવ નથી.

amit shah

ગૃહમંત્રીએ કહ્યુ, 'પરંતુ જે પત્ર બહાર આવ્યો છે, તેમાં દિલ્લી પોલીસની કોઈ ભૂમિકા નથી. શ્રદ્ધાએ મહારાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનને પત્ર મોકલીને તેના શરીરના ટુકડા કરી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યાં તપાસ થશે. તે સમયે અમારી સરકાર નહોતી. જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.' મુંબઈ ભાજપના વડા આશિષ શેલારે નવેમ્બર 2020માં કૉલ સેન્ટરની કર્મચારી શ્રદ્ધા વૉકર દ્વારા લખવામાં આવેલા પત્ર પર કાર્યવાહી કરવામાં મહારાષ્ટ્ર પોલીસની કથિત નિષ્ફળતા પર બુધવારે સવાલ ઉઠાવ્યા હતા.

શ્રદ્ધાએ પત્રમાં લખ્યુ હતુ કે તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પૂનાવાલાએ કથિત રીતે તેની લિવ-ઇન-પાર્ટનર શ્રદ્ધા વૉકર(27)ની હત્યા કરીને તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. એવો આરોપ છે કે પૂનાવાલાએ દક્ષિણ દિલ્લીના મેહરૌલીમાં તેના ઘરે લગભગ ત્રણ અઠવાડિયા સુધી 300 લિટરના ફ્રીઝમાં આ ટુકડાઓ રાખ્યા હતા. તે ઘણા દિવસો સુધી અડધી રાતે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેંકવા માટે જતો હતો. દિલ્લી પોલીસે 19 નવેમ્બરે તેની ધરપકડ કરી હતી.

English summary
Shraddha Murder Case: Amit Shah statement on delhi and mumbai police role in the case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X