બિન-હિંદુઓને પણ મળે શ્રી જગન્નાથ મંદિરમાં દર્શનનો લાભઃ સુપ્રિમ કોર્ટ
પૂરીના શ્રી જગન્નાથ મંદિરમાં બિન-હિંદુઓને પ્રવેશ ના કરવાની સદીઓ જૂની પરંપરાને ખતમ કરવા અંગે સુપ્રિમ કોર્ટે મંદિર પ્રશાસનને કહ્યુ કે તે બધા માટે આ ખોલવા પર વિચાર કરે. સુપ્રિમ કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યુ કે મંદિર પ્રશાસન ઈચ્છે તો આના માટે કોઈ ડ્રેસ કોડ અંગે વિચારી શકે છે. જસ્ટીસ આદર્શ કુમાર ગોયલ અને એસ અબ્દુલ નઝીરની બેંચે પહેલાના એક ચૂકાદાનો હવાલો આપતા કહ્યુ કે હિંદુ ધર્મ કોઈ બીજી વિચારધારાને ખતમ કરતો નથી. એટલા માટે મંદિર પ્રશાસને આના પર વિચાર કરવો જોઈએ.

બિન-હિંદુઓને પ્રવેશની પરવાનગી નહિ
સુપ્રિમ કોર્ટે ઓડિશા સરકાર અને કેન્દ્ર સરકારને કહ્યુ કે દર્શન કરવા માટે આવતા લોકોને પડતી મુશ્કેલીઓ પર તે ધ્યાન આપે. જસ્ટીસ ગોયલે કેન્દ્ર્ સરકારને કહ્યુ કે આ મામલે એક સમિતિની રચના બે સપ્તાહમાં કરવામાં આવે જે પૂરીના જિલ્લા જજના રિપોર્ટમાં ઉઠાવવામાં આવેલ પાસાંઓ પર વિચાર કરશે. આ રિપોર્ટ સમિતિને 31 ઓગસ્ટ સુધી આપવાની રહેશે. 11 મી સદીમાં બનેલ શ્રી જગન્નાથ મંદિર ભગવાન જગન્નાથને સમર્પિત છે, ભગવાન જગન્નાથને ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે. અન્ય ઘણા હિંદુ મંદિરોની જેમ અહીં પણ બિન-હિંદુઓને પ્રવેશની પરવાનગી નથી.

અન્ય મંદિરોના અધ્યયન કરો
સુપ્રિમ કોર્ટની બેંચે કહ્યુ કે દેશના બધા જિલ્લા જજ પોત પોતાના ક્ષેત્રમાં ધાર્મિક સ્થળો પર લોકોના શોષણને રોકવાથી માંડી એક રિપોર્ટ તૈયાર કરે અને સંબંધિત હાઈ કોર્ટને મોકલે. સુપ્રિમ કોર્ટે ઓડિશા સરકારને કહ્યુ કે તે વૈષ્ણો દેવી, સોમનાથ મંદિર, તિરુપતિ બાલાજી તેમજ સ્વર્ણ મંદિરના પ્રશાસનનું અધ્યયન કરે અને શ્રી જગન્નાથ મંદિરમાં તે જ પ્રકારની વ્યવસ્થા લાગુ કરાવે.

મંદિરનો માહોલ ખરાબ
સુપ્રિમ કોર્ટ એ પીઆઈએલની સુનાવણી કરી હતી જેને મૃણાલિની પી એ દાખલ કરી હતી અને તેમાં કહેવામાં આવ્યુ હતુ કે શ્રી જગન્નાથ મંદિરના સેવક લોકો સાથે અભદ્ર વ્યવહાર કરે છે અને મંદિરનો માહોલ ખરાબ છે. લોકોનું ત્યાં શોષણ કરવામાં આવે છે.