For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્દારમૈયા એ કહ્યું, સીએમ ની રેસમાં હું સૌથી આગળ છું

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે ઘ્વારા 24 એપ્રિલે જણાવવામાં આવ્યું હતું કે તેમની પાર્ટીની કર્ણાટક વિધાનસભા ઈલેક્શનમાં જીતવાની ખુબ જ સારી સંભાવના છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે ઘ્વારા 24 એપ્રિલે જણાવવામાં આવ્યું હતું કે તેમની પાર્ટીની કર્ણાટક વિધાનસભા ઈલેક્શનમાં જીતવાની ખુબ જ સારી સંભાવના છે અને હાઈકમાન આગળના મુખ્યમંત્રી પર નિર્ણય કરશે. તેમના આ નિવેદન પછી એવી ધારણા કરવામાં આવી કે સિદ્દારમૈયા સીએમ પદની રેસમાં કોંગ્રેસની પહેલી પસંદ નથી. ખડગે ઘ્વારા આપવામાં આવેલા નિવેદનના એક દિવસ પછી તરત જ સિદ્દારમૈયા એ જાતે જણાવ્યું કે તેઓ કર્ણાટકમાં મુખ્યમંત્રી રેસમાં સૌથી આગળ છે. કર્ણાટકમાં કોંગ્રેસના કદાવર નેતાએ કહ્યું કે પાર્ટી તેમના નેતૃત્વમાં ઈલેક્શન લડી રહી છે, એટલા માટે તેઓ જાતે જ રેસમાં સૌથી આગળ છે.

પીએમ મોદી સૌથી મોટો પડકાર

પીએમ મોદી સૌથી મોટો પડકાર

ન્યુઝ એજેન્સી એએનઆઈ ઇન્ટરવ્યૂમાં સિદ્દારમૈયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના છેલ્લા 5 વર્ષના સારા કામને કારણે કોંગ્રેસ કર્ણાટકમાં ઈલેક્શન જીતી જશે. તેમને જણાવ્યું કે રાજ્યના લોકો તેમના પ્રદર્શન થી ખુશ છે. સિદ્દારમૈયાએ બીજેપી અને પીએમ મોદીને સૌથી મોટો પડકાર ગણાવ્યો. તેમને કહ્યું કે ભાજપા એક સાંપ્રદાયિક પાર્ટી છે અને અમે આવી સાંપ્રદાયિક તાકાતોને હરાવીને જ દમ લઈશુ.

ભાજપા રાજ્યમાં ખરાબ માહોલ બનાવી રહી છે

ભાજપા રાજ્યમાં ખરાબ માહોલ બનાવી રહી છે

સિદ્દારમૈયા એ અમિત શાહની રણનીતિ પર બોલતા કહ્યું કે અમિત શાહની રણનીતિ સારી નથી. તેઓ અત્યારસુધી કોઈને કોઈ રીતે જીતતા આવ્યા છે, પરંતુ કર્ણાટક માટે તેમની પાસે કોઈ ખાસ રણનીતિ નથી. તેમને કહ્યું કે ભાજપા રાજ્યમાં ખરાબ માહોલ બનાવી રહી છે અને શાંતિ ભંગ કરી રહી છે. તેમને આવો જ માહોલ પાડોશી રાજ્ય કેરળમાં બનાવ્યો હતો.

રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા નહીં

રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા નહીં

સિદ્દારમૈયા એ એચડી દેવેગૌડા નેતૃત્વવાળી જનતા દળ સેક્યુલર પાર્ટી પર નિશાનો લગાવતા કહ્યું કે તેઓ ધર્મનિરપેક્ષતા તરફ પ્રતિબદ્ધ નથી. તેઓ ગઠબંધન સરકારમાં બીજેપી સાથે પહેલાથી જ છે. સિદ્દારમૈયા એ જણાવ્યું કે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા નહીં બને. બે જગ્યાથી ઈલેક્શન લડવાના મુદ્દા પર સિદ્દારમૈયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ પોતાની પાર્ટી અને સમર્થકોની ભાવનાનું સમ્માન કરે છે, એટલા માટે બે જગ્યાથી લડી રહ્યા છે.

English summary
Siddaramiah says I am the frontrunner for Karnataka CM's post
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X