• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10% ગરીબ સવર્ણ અનામતની સાઈડ ઈફેક્ટ, સિક્સર મારવાના ચક્કરમાં આઉટ થઈ શકે છે મોદી!

|

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સવર્ણોની નારાજગીના કારણે કોંગ્રેસના હાથે સત્તા ગુમાવ્યા પાદ ભાજપે પોતાના મતદારોની ચિંતા સતાવી રહી હતી. 2019 લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે ઉતાવળમાં 'આર્થિક રીતે નબળા સવર્ણો' માટે 10% અનામતનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો. બે દિવસની અંદર લોકસભા તેમજ રાજ્યસભા બંનેમાંથી બંધારણ સુધારાને પાસ કરાવી લેવામાં આવ્યુ. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળો વિરોધ કરતા કરતા સમર્થન આપવા મજબૂર થઈ ગયા. હજુ સુધી તો ભાજપ માટે આ દાવ માસ્ટર સ્ટ્રોક સાબિત થયો છે પરંતુ કહાનીમાં ટ્વીસ્ટ હજુ બાકી છે. બધા જાણે છે તેમ બંધારણ સુધારા બાદ હવે સુપ્રીમ કોર્ટની અડચણ છે જ્યાં 'આર્થિક આધાર પર અનામત' અટકી શકે છે પરંતુ સુપ્રીમ કોર્ટ જો બંધારણ સુધારાને જાળવી પણ રાખે તો પણ મોદી સરકાર માટે ઘણી અડચણો છે કારણકે આના સાઈડ કંઈ ઓછી નથી.

બંધારણની મૂળ ભાવનાને ઠેસ પહોંચી શકે

બંધારણની મૂળ ભાવનાને ઠેસ પહોંચી શકે

- ગરીબ સવર્ણોને 10 ટકા અનામત સાથે જોડાયેલ બંધારણ સુધારો સુપ્રીમ કોર્ટમાં બે આધાર પર ફગાવી દેવામાં આવી શકે છે. પહેલા તો આ અનામત સાથે જ હવે કોટા 59 ટકા થઈ ગયુ. એનો અર્થ એ કે સુપ્રીમ કોર્ટે જે 50 ટકાની કેપ લગાવી રાખી હતી તે એને પાર કરી ગયા છે. આનાથી બંધારણની મૂળ ભાવનાને ઠેસ પહોંચી શકે છે. આ રીતે પી વી નરસિંહરાવ સરકાર તરફથી અપાયેલ અનામતને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધુ હતુ.

- સુપ્રીમ કોર્ટમાં આ સુધારો ફગાવી દેવાનું બીજુ કારણ છે - આર્થિક આધાર પર અનામત. બંધારણ સુધારા બાદ હવે આર્થિક આધાર પર અનામત બંધારણીય થઈ ગયુ છે પરંતુ આ સુધારાને કોર્ટ બંધારણની મૂળ ભાવનાને અનુરૂપ માનશે ત્યારે જ અંતિમ અડચણ દૂર થઈ શકશે.

તો સવર્ણો મોદી સરકારથી વધુ નારાજ થઈ શકે

તો સવર્ણો મોદી સરકારથી વધુ નારાજ થઈ શકે

- સુપ્રીમ કોર્ટમાં જઈને જો ત્રીજા વિકલ્પ તરીકે એવી સ્થિતિ બની જાય કે ત્યાં બંધારણ સુધારાને લીલી ઝંડી મળી જાય. જો કે આની સંભાવના ઓછી છે પરંતુ એક વાર એ માની પણ લેવામાં આવે કે કોર્ટે બંધારણ સુધારાને લીલી ઝંડી આપી દીધી તો પણ આની સાઈડ ઈફેક્ટ સામે આવશે. સૌથી પહેલા એ સ્થિતિ પર વાત કરીએ જેમાં સુપ્રીમ કોર્ટ આને ફગાવી દે. જો સુપ્રીમ કોર્ટે આ 10 ટકા અનામતના બંધારણ સુધારાને ફગાવી દીધો તો સવર્ણો મોદી સરકારથી વધુ નારાજ થઈ શકે છે. તેમને લાગી શકે છે કે ચૂંટણી લાભ માટે મોદી સરકારે તેમની ભાવનાઓ સાથે રમત રમી.

- જો સુપ્રીમ કોર્ટે બંધારણ સુધારાને મંજૂરી આપી દીધી અને ગરીબ સવર્ણોને અનામત મળી ગયુ તે સ્થિતિમાં દલિત અને ઓબીસી ભાજપથી દૂર જઈ શકે છે. સંભવ છે કે ભાજપને તેમના કોપનો સામનો પણ કરવો પડે કારણકે 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટી સંખ્યામાં દલિત અને ઓબીસી મતો પણ મળ્યા હતા. દલિત અને ઓબીસી નારાજ થવાની સંભાવના પાછળ બે તર્ક છે. પહેલુ- એસએસટી એક્ટ પાસ કરાવવા પર સવર્ણ ભાજપના વિરોધમાં જતા રહ્યા. એ જ રીતની ભાવના હવે દલિત અને ઓબીસીના સમાજમાં પણ ઘર કરી શકે છે. જે રીતે આરજેડીએ સંસદમાં આનો ખુલીને વિરોધ કર્યો તેનાથી સ્પષ્ટ છે કે ઓબીસી સમાજને સપા, આરજેડી જેવી પાર્ટીઓ એ જ સંદેશ આપશે કે ભાજપ 2019 બાદ સત્તામાં પાછી આવી તો તમારુ અનામત સુરક્ષિત નથી. મોદી સરકાર ફરીથી સત્તા પર આવવા પર એસસી-એસટી અને ઓબીસી અનામત છીનવી શકે છે. આ તર્કના આધાર પર ભાજપ બિહારમાં હારનો સામનો કરી ચૂકી છે જ્યાં ચૂંટણીની બરાબર પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે અનામતની વ્યવસ્થામાં બદલાવની વાત કહી અને હોબાળો થઈ ગયો હતો.

ઓબીસી અને દલિત રિઝર્વેશન અટકવાથી ભડકશે

ઓબીસી અને દલિત રિઝર્વેશન અટકવાથી ભડકશે

- નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન (NSSO) ના આંકડાઓના હિસાબથી દેશમાં ઓબીસીની વસ્તી લગભગ 41 ટકા છે. એ જ રીતે દલિત વસ્તી લગભગ 17 ટકા જણાવવામાં આવી છે પરંતુ આ સર્વે જૂનો છે. એવુ માનીને ચાલીએ કે ઓબીસી વસ્તી લગભગ 45 અને દલિત વસ્તી લગભગ 20 ટકા છે. સવર્ણ 35 ટકા આસપાસ. નરેન્દ્ર મોદી પોતે ઓબીસી સમાજમાંથી આવે છે એટલા માટે 2014માં ઓબીસી મતદારોએ બિહારમાં લાલુ યાદવ અને યુપીમાં મુલાયમ સિંહ યાદવને મત ન આપીને નરેન્દ્ર મોદીના નામ પર મહોર લગાવી. હવે ઓબીસી પણ કોટા વધારવાની માંગ કરી રહ્યા છે અને દલિત પ્રમોશનમાં રિઝર્વેશન અટકવાથી ભડકી જશે.

- હવે 2014 લોકસભા ચૂંટણીના આંકડાઓ પર નજર નાખીએ. ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપના દલિત મત 2009ની તુલનામાં 12 ટકાથી વધીને 24 ટકા થઈ ગયા હતા. અનુસૂચિત જાતિઓ માટે અનામત 84 લોકસભા સીટોમાંથી ભાજપે 40 પર જીત મેળવીને ઈતિહાસ રચી દીધો હતો. આમાં યુપીની બધી અનામત સીટો શામેલ છે.

મોદી સરકાર પાસે સમય પણ બહુ ઓછો બચ્યો છે

મોદી સરકાર પાસે સમય પણ બહુ ઓછો બચ્યો છે

- હવે જરા ઓબીસી મતબેંક પર નજર નાખીએ. 2014 લોકસભા ચૂંટણીમાં 35 ટકા ઓબીસી મતદારોએ મોદીના નામ પર મહોર લગાવી. કોંગ્રેસને માત્ર 14% મતો જ મળ્યા હતા. બાકી બચેલા મતો સપા, આરજેડી જેવા પક્ષોમાં વહેંચાયા. લોકસભામાં લગભગ 20% ઓબીસી સાંસદ છે. 2004માં સૌથી વધુ 26% ઓબીસી સાંસદ ચૂંટાઈને આવ્યા હતા. ઈશારો એ જ છે કે તે સમયે પણ ઓબીસી સ્થાનિક દળોને જ ચૂંટ્યા હતા પરંતુ મોદીના આવ્યા બાદ ઓબીસી ભાજપ સાથે જતા રહ્યા.

- હવે મોદી સરકારની સમસ્યા એ છે કે સવર્ણ અનામત બાદ ઓબીસી અને દલિતોને પણ આશા છે, જો તે પૂરી ના થઈ તો તે કયુ પગલુ લેશે? કોઈને ખબર નથી, જો કે હવે મોદી સરકાર પાસે સમય પણ બહુ ઓછો બચ્યો છે. એવામાં જોવાનું એ રહેશે કે ગરીબ સવર્ણ અનામતની સાઈડ ઈફેક્ટથી મોદી સરકાર પોતાને કેટલા બચાવી શકે છે.

આ પણ વાંચોઃ આગામી બે દિવસ રામલીલા મેદાનથી કાર્યલય ચલાવશે પીએમ મોદી, જાણો કારણ

English summary
analysis of modi government big step:side effects of 10 Percent Quota For Economically Weaker section of upper caste
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more