
કોણ છે પત્રકાર કનિષ્ક તિવારી, શું છે પોલિસ સ્ટેશનમાં તેમના કપડા ઉતરવાની આખી કહાની
ભોપાલઃ મધ્ય પ્રદેશના સીધી જિલ્લાના એક પોલિસ સ્ટેશનમાં અમુક પત્રકાર અને એક્ટિવિસ્ટને કપડા કઢાવીને રાખવાનો મામલો ખૂબ જ ચર્ચામાં છે. આ લોકોના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ મામલે સૌથી વધુ ચર્ચા પત્રકાર કનિષ્ક તિવારીની થઈ રહી છે. પોલિસ સ્ટેશનમાંથી છૂટ્યા બાદ કનિષ્કે એક વીડિયોના માધ્યમથી જણાવ્યુ છે કે આ સમગ્ર મામલો શું છે.

કોણ છે કનિષ્ક તિવારી
સોશિયલ મીડિયા પર વાયરલ સીધી પોલિસ સ્ટેશનના આ ફોટામાં ડાબી બાજુએ કનિષ્ક તિવારી ઉભા છે. કનિષ્ક સીધીના જ રહેવાસી છે અને પત્રકાર છે. તે એક હિંદી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા છે અને પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. આ સાથે જ કનિષ્ક નાટ્ય કલાકાર પણ છે, તે ઈંદ્રાવતી નાટ્ય સમિતિ સાથે જોડાયેલા છે.

કેમ પોલિસે કર્યુ આવુ અમાનવીય વર્તન
પોતાના ફોટાને લઈને કનિષ્કે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે. સાથે જ અમુક મીડિયા સંસ્થાઓ સાથે વાત પણ કરી છે. તેમનુ કહેવુ છે કે સ્થાનિક ભાજપ ધારાસભ્યના કહેવા પર પોલિસે તેમની સાથે આ અમાનવીય વર્તન કર્યુ છે. તેમનુ કહેવુ છે કે 2 એપ્રિલના રોજ સીધી પોલિસે નાટ્ય કલાકારો અને ઈંદ્રાવતી નાટ્ય સમિતિના નિર્દેશક નીરજ કુંદેરને ભાજપ ધારાસભ્ય કેદારનાથ શુક્લા અને તેમના દીકરા ગુરુદત્ત વિશે અભદ્ર ટિપ્પણી કરવા પર જેલમાં મોકલી દીધા. જેના પર આ લોકો પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં પોલિસે આ મામલાને કવર કરવા પહોંચેલા કનિષ્કને બીજા લોકો સાથે કથિત રીકે એમ કહીને પકડી લીધો કે તુ ધારાસભ્ય વિરુદ્ધ સમાચારો લખે છે. કનિષ્ક તિવારીએ વીડિયો જાહેર કરીને હવે પોતાના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી છે.

ઘણા પોલિસકર્મીઓ પર થઈ કાર્યવાહી
મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં પોલિસના આ શરમજનક કૃત્યની સોશિયલ મીડિયા પર નિંદા બાદ રાજ્ય સરકારે અમુક પોલિસકર્મીઓ પર કાર્યવાહી કરી છે. આ મામલે પોલિસ સ્ટેશન પ્રભારી અને એક એસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સાથે જ સીધી એસપી મુકેશ કુમાર શ્રીવાસ્તવે કહ્યુ કે પોલિસ સ્ટેશન પ્રભારી મનોજ સોની અને અભિષેક સિંહને સમન પાઠવવામાં આવ્યા છે.પત્રકાર કનિષ્ક તિવારી સહિત આઠ લોકો સાથે પોલિસ સ્ટેશનમાં ગેરવર્તણૂકને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર અને મધ્ય પ્રદેશની ભાજપ સરકારને નિશાના પર લઈને તેને પ્રેસ અને મીડિયાનુ ચીરહરણ કહ્યુ છે. રાહુલ ગાંધીએ સીધીમાં 'ભાજપ ધારાસભ્ય વિરુદ્ધ સમાચાર લખવા પર પત્રકારોના કપડા ઉતરાવ્યા'ના સમાચારને સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યુ છે - લૉકઅપમાં લોકતંભના ચોથી સ્તંભનુ ચીરહરણ! સરકારના ખોળામાં બેસીને તેમના ગુણગાન ગાવ અથવા જેલના ચક્કર કાપો. 'નવા ભારત'ની સરકાર સત્યથી ડરે છે.