• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

21 વર્ષની આ છોકરી દર વર્ષે કમાય છે 35 લાખ રૂપિયા, 12માં વર્ષે પાસ કર્યુ 12મુ બોર્ડ

|

દિવ્યા સૈની. આ નામ છે આ કમાલની દીકરીનુ માટે જ તો રાજસ્થાનના સીકર જિલ્લા મુખ્યાલય પર રાધાકિશનપુરામાં દરેક જણ કહે છે કે પ્રતિભા હોય તો આ દીકરી જેવી. તે માત્ર 21 વર્ષની છે. વર્ષા 35 લાખ રૂપિયા કમાય છે. હૈદરાબાદમાં અમેઝોન કંપનીમાં કામ કરી રહી છે. સીકરથી હૈદરાબાદ સુધી દિવ્યાની સફર ખૂબ જ પ્રેરણાદાયક અને રોચક રહી છે.

દિવ્યા સૈનીનો પરિવાર તેમજ બાળપણ

દિવ્યા સૈનીનો પરિવાર તેમજ બાળપણ

સીકરના રાધાકિશનપુરના શિક્ષક સાંવર મલ સૈની અને શિક્ષિકા કિરણ સૈનીના ઘરે દીકરા નિલોત્તલ સૈનીના જન્મ બાદ દોઢ વર્ષ બાદ 15 જુલાઈ 1998ના રોજ દિકરી દિવ્યાનો જન્મ થયો. નિલોત્તલ ત્રીજા ધોરણમાં ભણી રહ્યો હતો. ત્યારે દિવ્યાએ પણ શાળાએ જવાનુ શરૂ કર્યુ પરંતુ જિદ એ હતી કે પહેલા ધોરણના બદલે ભાઈની સાથે ત્રીજા ધોરણમાં બેસશે. શરૂઆતમાં તો સ્કૂલમાં તે ભાઈ સાથે ત્રીજા ધોરણમાં ભણતી રહી અને પછી સ્કૂલ મેનેજમેન્ટે તેને એલકેજીમાં બેસાડવા ઈચ્છ્યુ તો તેણે સ્કૂલે જવાનુ બંધ કરી દીધુ.

સીધો ધોરણ છમાં પ્રવેશ લીધો

સીધો ધોરણ છમાં પ્રવેશ લીધો

વન ઈન્ડિયા સાથેની વાતચીતમાં દિવ્યાના પિતા સાંવરમલ સૈનીએ જણાવ્યુ કે દીકરો ધોરણ ત્રણથી પાંચ સુધી ભણ્યો ત્યાં સુધી દિવ્યા સ્કૂલ તો ના ગઈ પરંતુ ઘે ભાઈ સાથે ભણવાની જિદ કરતી રહી. એવામાં તેના ભાઈ સાથે સાથે દર વર્ષે પુસ્તકો-નોટબુક લઈને આપવામાં આવતી હતી. અમને બધાને નવાઈ લાગતી હતી કે તે સ્કૂલે ન જઈને પણ અભ્યાસમાં સારી હતી. જ્યારે નિલોત્તલ છઠ્ઠા ધોરણમાં આવ્યો તો નક્કી કર્યુ કે દિવ્યાને ટેસ્ટ અપાવીને તેની શૈક્ષણિક યોગ્યતા પરખવામાં આવે. ટેસ્ટમાં તે અભ્યાસ મામલે ભાઈને સમાન નીકળી. એનો અર્થ એ કે પાંચમાં ધોરણના પ્રશ્નોના જવાબ પણ તે સહજ રીતે આપી શકતી હતી. માટે તેને ભાઈ સાથે સીધો છઠ્ઠા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો. ત્યારે દિવ્યા માત્ર છ વર્ષની હતી.

બોર્ડની પરીક્ષાઓમાં કરી બતાવી કમાલ

ધોરણ છથી નવ સુધીમાં દિવ્યાએ અભ્યાસ પર સારી એવી પકડ લઈ લીધી અને રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડની દસમાની પરીક્ષામાં તેણે કમાલ કરી બતાવ્યો. દસમા ધોરણની પરીક્ષા 77.3 ટકા ગુણ સાથે પાસ કરી. ત્યારબાદ માત્ર 12 વર્ષની ઉંમરમાં દિવ્યાએ સાયન્સ બાયોલૉજીથી 83.07 ટકા ગુણ મેળવી 12માંની પરીક્ષા પણ પાસ કરી લીધી.

આ પણ વાંચોઃ પ્રિયંકાના પતિ નિક જોનસનો ખુલાસો, હું કોમાની બહુ નજીક હતો, હાલત ગંભીર

બનવા ઈચ્છતી હતી ડૉક્ટર અને બની ગઈ એન્જિનિયર

બનવા ઈચ્છતી હતી ડૉક્ટર અને બની ગઈ એન્જિનિયર

12 વર્ષની ઉંમરમાં 12માં પરીક્ષા પાસ કર્યા બાદ દિવ્યા પોતાનુ ડૉક્ટર બનવાનુ સપનુ પૂરુ કરવા ઈચ્છતી હતી અને એ દિશામાં આગળ પણ વધી રહી હતી પરંતુ નાની ઉંમરના કારણે તે પ્રી મેડીકલ ટેસ્ટ આપી શકી નહિ. માટે તેને મેડીકલ કોલેજમાં પ્રવેશ મળી શક્યો નહિ. 12માં ધોરણમાં તેને ગણિત વિષય પણ હતો. માટે તેણે પોતાના ભાઈ સાથે જેઈઈમાં ભાગ્ય અજમાવ્યુ. બંનેને પટના એનઆઈટીમાં પ્રવેશ મળ્યો. ડૉક્ટર બનવાનુ સપનુ જોતી દિવ્યાએ એન્જિનિયર બનવાની રાહ પકડી લીધી.

17ની ઉંમરમાં મેળવી લીધી 29 લાખની નોકરી

પટના એનઆઈટી દરમાયન વર્ષ 2017માં દિવ્યાનુ એમેઝોન કંપનીમાં સૉફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર-1 ના પદ પર વાર્ષિક 29 લાખના પેકેજ પર પ્લેસમેન્ટ થયુ. પટનાથી દિવ્યા હૈદરાબાદ જતી રહી. વર્તમાનમાં પણ તે ત્યાં જ કાર્યરત છે. 15 જુલાઈ, 2019ના રોજ દિવ્યાએ પોતાનો 21મો જન્મદિવસ મનાવ્યો. આ દરમિયાન તેણે કંપનીમાં પદોન્નતિ પણ મેળવી લીધી અને 29 લાખનુ પેકેજ વધીને 35 લાખ સુધી પહોંચી ગયુ.

English summary
Sikar Girl Divya Saini got package of Rs 35 Lakh in age of 21 year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X