For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સજ્જન સિંહ વિરૂદ્ધ પુરાવા આપનારને મળશે 5 કરોડનું ઇનામ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sajjan-kumar
નવી દિલ્હી, 3 મે: 1984 સિખ વિરૂદ્ધ રમખાણ કેસમાં કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા સજ્જન કુમારને કડકડડૂમા કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા બાદ રાજધાની દિલ્હીમાં સિખ સમુદાયનો વિરોધ શરૂ થઇ ગયો છે. સિખોએ સોનિયાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કોર્ટે સજ્જન કુમારને નિર્દોષ જાહેર કરવા પાછળ તેમના વિરૂદ્ધ પુરાવાઓને આધાર માન્યા હતા. પુરાવાના અભાવે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા.

કોર્ટે આ દલીલનો તોડ કાઢવા માટે અમેરિકા સ્થિત એક સિખ અધિકારી સમૂહના સજ્જન કુમાર વિરૂદ્ધ સિખ વિરોધી રમખાણોમાં પુરાવા આપનારને 10 લાખ ડોલર એટલે કે 5 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. સંગઠને કહ્યું હતું કે જે પણ વ્યક્તિ સજ્જન કુમાર વિરૂદ્ધ પુરાવા આપશે તેને 5 કરોડનું ઇનામ આપવામાં આવશે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે પુરાવા એવા હોવા જોઇએ જેના આધારે સજ્જન કુમારને કોર્ટમાં દોષી ગણાવવામાં આવે.

અમેરિકાની સિખ ફોર જસ્ટિસ નામક સંગઠને ગુરૂવારે એક નિવેદન જાહેર કરી આ એલાન કર્યું હતું. સંગઠનના કાનૂની સલાહકાર ગુરપ્રીતવંત સિંહ પુન્નને કહ્યું હતું કે 1984માં સિખોની હત્યા દિવસે કરવામાં આવી હતી. હવે તક છે કે સાક્ષીઓ સામે આવે અને પીડીતોને ન્યાય અપાવે. જો કોઇ માણસ આ લડાઇમાં પોતાની મદદ કરવા છે તો સંગઠન તેને ઇમાનના રૂપમાં 5 કરોડ આપશે.

English summary
A US based Sikh rights group has announced a million-dollar reward for those individuals whose testimony and evidence may result in the conviction of Congress leader Sajjan Kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X