• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG! જે પાણીપતની લડાઇમાં થયું તે જ થઇ રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં

|

લોકસભા ચૂંટણી 2014ની આ જંગમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી પોતાના સૈનિકોની સાથે આગળ વધી રહી છે, તેવામાં એવું લાગી રહ્યું છે કે, 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધનું ફરી એકવાર પુનરાવર્તન થઇ રહ્યું છે. ત્યારે મોગલો અને અફઘાનોની વચ્ચે જંગ થયો હતો, આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે. જો તમે ઉંડાણપુર્વક જોશો તો આજની ચૂંટણીમાં ઘણી બધી એવી બાબતો છે, જે પાણીપતના યુદ્ધને મળતી આવે છે.

battle-of-panipat-lok-sabha-election
વર્તમાન ચૂંટણીમાં મોગલોના સ્થાને ભારતીય જનતા પાર્ટી જોવા મળી રહી છે, જ્યારે યુપીએ એ લોધી સામ્રાજ્ય છે, જેના પર બાબરે હુમલો કર્યો હતો. તો ચાલો એક નજર ફેરવીએ તેની સમાનતાઓ પર.

જંગના હથિયાર

પાણીપતની લડાઇ- ભારતમાં પહેલીવાર એવું યુદ્ધ થયું હતું, જેમાં ગોલા-બારૂદ, ગન પાવડર અને તોપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ચૂંટણી 2014- પહેલી લોકસભા ચૂંટણી છે, જેમાં સોશિયલ મીડિયા એઠલે કે ફેસબુક, ટ્વીટર અને ગુગલ પ્લસનો ઉપયોગ હથિયારના રૂપમાં કરવામાં આવી રહ્યો છે.

યુદ્ધનો સમય

પાણીપતની લડાઇ- એપ્રિલ મે દરમિયાન થઇ હતી. મેના મધ્યમાં નવા સામ્રાજ્યની સ્થાપના થઇ હતી.

ચૂંટણી 2014- પણ એપ્રિલ મે દરમિયાન છે. ભારતમાં નવા સામ્રાજ્યની સ્થાપના પણ 16 મેના ચૂંટણી પરિણામ પર જ આવશે.

જંગનું ફોકસ

પાણીપતની લડાઇ- તેનું સંપૂર્ણ ફોકસ ઉત્તર ભારત હતું, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને દિલ્હી મહત્વની ભૂમિકામાં હતા.

ચૂંટણી 2014- માં પણ યુપી, બિહાર, મધ્ય પ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યાં છે.

વનમેન આર્મી

પાણીપતની લડાઇ- બાબર અને લોધી સામ્રાજ્ય વચ્ચે થઇ હતી. ઇતિહાસના પુસ્તકોમાં ક્યાંય પણ એવું લખવામાં આવ્યું નથી કે આ લડાઇ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થઇ હતી, હંમેશા બધાએ બાબરને વનમેન આર્મીના રૂપમાં માન્યા.

ચૂંટણી 2014- નરેન્દ્ર મોદી અને યુપીએના સામ્રાજ્ય વચ્ચે છે. વર્તમાનના ચૂંટણી પ્રચારોથી સ્પષ્ટ થાય છે કે આ ચૂંટણી મોદી વિ. કોંગ્રેસ પાર્ટી છે. ભાજપે પોતાની જાહેરાતોમાં પણ અબકી બાર ભાજપ સરકારના બદલે અબકી બાર મોદી સરકારનો નારો આપ્યો છે.

જનતાની સમસ્યા

પાણીપતની લડાઇ-ની ચિંગારી ત્યારે ઉઠી હતી, જ્યારે ઇબ્રાહિમ લોધીના શાસનથી પરેશાન આમ જનતાએ બાબરના દરબારમાં જઇને પોતાની વ્યથા સંભળાવી હતી. ત્યારે બાબરે લોધીના સામ્રાજ્યને ખતમ કરવાનું બીડું ઉઠાવ્યું હતું.

ચૂંટણી 2014- આજે યુપીએ સરકારની નીતિઓથી દેશનો દરેક નાગરિક પરેશાન છે. હાલના સમયે ટ્વીટર, ફેસબુકના માધ્યમ સાથે જોડાયેલા લોકો દરરોજ મોદીને અનેક ફરિયાદો મોકલી રહ્યાં છે.

સેનાની સાઇઝ

પાણીપતની લડાઇ- દરમિયાન બાબરની સેનામાં 15 હજાર સૈનિકો અને 20થી 24 જમીની તોપો હતી, જ્યારે લોધી પાસે 1 લાખ સૈનિક હતા, જેમાં 40 હજાર લડાકે સામેલ હતા અને 1000 યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હાથી હતા.

ચૂંટણી 2014- માં ભાજપ એટલી મોટી પાર્ટી નથી, જેટલી મોટી પાર્ટી કોંગ્રેસ છે. કોંગ્રેસ દેશના પ્રત્યેક રાજ્યમાં સક્રિય છે, જ્યારે ભાજપ કેટલાક રાજ્યો સુધી જ સિમિત છે. કોંગ્રેસમા દિગ્ગજ અને અનુભવી નેતાઓની લાંબી યાદી છે, જ્યારે ભાજપની યાદી એટલી મોટી નથી.

વંશવાદનું રાજકારણ

પાણીપતની લડાઇ- દરમિયાન લોધી સામ્રાજ્ય વંશવાદના રૂપમાં સ્થાપિત હતું. ઉત્તર ભારતના શાસક ઇબ્રાહિમ લોધીએ પોતાના પૂર્વજો-બહલૂલ લોધી અને સિકંદર લોધી પાસેથી રાજ્ય મેળ્યું હતું.

ચૂંટણી 2014-માં વંશવાદના રાજકારણથી આજે દરેક વ્યક્તિ વાકેફ છે.

ભૂલોમાંથી ના મેળવી શીખ

પાણીપતની લડાઇ- પહેલા ઇબ્રાહિમ લોધી રાજસ્થામાં એક જંગ રાણા સાંગા સામે હારી ગયો હતો. તેમ છતાં પણ તેણે એ હારમાંથી કોઇ શીખ મેળવી નહોતી.

ચૂંટણી 2014-માં સત્તાધારી કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી ખરાબ રીતે હારી ગઇ તેમ છતાં પણ તેને તેમાંથી કોઇ બોધપાઠ લીધો નથી.

સામ્રાજ્યનું ઘમંડ

પાણીપતની લડાઇ- દરમિયાન ઇબ્રાહિમ લોધી પોતાના ઘમંડમાં ચૂર હતો અને એ જ કારણે તેણે બાબરને હળવાશથી લઇ લીધો અને અંતે જંગ હારી ગયો.

ચૂંટણી 2014-માં કોંગ્રેસના રાહુલ ગાંધીની સ્થિતિ પણ થોડીક આવી જ છે. ભલે તેમનામાં ઘમંડ નથી, પરંતુ હાં તેમના ભાષણો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે તે હવે આ જંગમાં એટલાં ગંભીર નથી.

સેનાના મુખ્ય અધિકારી નારાજ

પાણીપતની લડાઇ- દરમિયાન ઇબ્રાહિમ લોધીના શાસનથી તેની સેનાના જ કેટલાક અધિકારી નારાજ હતા અને તેથી એક ડઝન જેટલા સૈનિકો તેની સૈના છોડીને જતા રહ્યાં હતા અને બાબર સાથે ભળી ગયા હતા.

ચૂંટણી 2014- કોંગ્રેસના શાસનથી તમામ નેતા નારાજ છે અને એક એક કરીને કોંગ્રેસ છોડી રહ્યાં છે, જેની શરૂઆત જગદંબિકા પાલ, સતપાલ મહારાજના રૂપમાં થઇ ચૂકી છે.

ચારેકોરથી ઘેરાયેલા

પાણીપતની લડાઇ- બાબરના સૈનિકોએ લોધીની સેનાને ચારેકોરથી ઘેરી લઇને પોતાની સેનાને ચાર અલગ અલગ ભાગોમાં વહેંચી દીધી હતી. આ ચારેય વિંગે ચારેકોર વાર કરીને જંગ જીતી હતી.

ચૂંટણી 2104- નરેન્દ્ર મોદીએ પોતાની સેનાને અલગ-અલગ ભાગોમાં વહેંચી દીધી છે. એક વિંગ ઇન્ડિયા 272+ સંભાળી રહી છે, બીજી અંત્યોદય પ્રકોષ્ઠ, ત્રીજી યુવા પ્રકોષ્ટ, ચોથી ચા પર ચર્ચા જેવા કાર્યક્રમ અને પાંચવી ફોરફ્રંટ પર લાગેલું છે.

સૌથી મોટા હથિયારથી મળ્યો લાભ

પાણીપતની લડાઇ- બાબરની સૌથી મોટો લાભ તોપોને મળ્યો, જે ભારતમાં પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તોપોથી લોધીના હાથી પણ ડરી ગયા હતા અને 1 લાખ સૈનિકોવાળી સેના નબળી પડી ગઇ હતી.

ચૂંટણી 2014-માં સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે કે નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના જે હથિયાર ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓને આપ્યા છે, તે હથિયાર કોંગ્રેસને નબળી પાડી રહ્યાં છે.

જંગના પરિણામ

પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરને વિજય મળ્યો હતો.

ચૂંટણી 2014માં.............(આ ખાલી સ્થાન 16 મે 2014ના રોજ ભરી જશે)

English summary
The Lok Sabha Election of 2014are more or less similar to the First battle of Panipat. There are several factors which getting repeating now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more