For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંગર અભિજીત ફરી ફસાયા, મહિલા સાથે અભદ્રતા માટે કેસ નોંધાયો

ફરી એકવાર ફેમસ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય ચર્ચામાં છે, એક મહિલાએ તેમની સામે કેસ દાખલ કર્યો છે. તેમને આક્ષેપ કર્યો છે કે અભિજીતે ફોન પર તેમની સાથે ખોટી રીતે વાત કરી અને ગંદી ગંદી ગાળો પણ આપી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ફરી એકવાર ફેમસ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય ચર્ચામાં છે, એક મહિલાએ તેમની સામે કેસ દાખલ કર્યો છે. તેમને આક્ષેપ કર્યો છે કે અભિજીતે ફોન પર તેમની સાથે ખોટી રીતે વાત કરી અને ગંદી ગંદી ગાળો પણ આપી. મહિલાએ અભિજીત ભટ્ટાચાર્ય સામે મુંબઇમાં અંબોલી પોલીસ સ્ટેશન ખાતે એફઆઇઆર નોંધાવી છે. મહિલાની ફરિયાદ પર પોલીસે અભિજિત સામે IPC ધારા 509 છે અને ધારા 506 હેઠળ કેસ નોંધ્યો છે.

અભિજીતે મને ગંદી ગાળો આપી અને ધમકાવી

અભિજીતે મને ગંદી ગાળો આપી અને ધમકાવી

પોલીસે મીડિયાને જાણકારી આપી કે અભિજીત અને ફરિયાદ કરનાર મહિલા એક જ એપાર્ટમેન્ટમાં રહે છે. સોસાયટીમાં થઇ રહેલા ડ્રિલિંગ કામને લઈને અભિજીતનો મહિલા સાથે વિવાદ થઇ ગયો. મહિલા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે અભિજીતે તેની સાથે ગાળાગાળી કરી અને તેને ધમકાવી.

અભિજીતે બધા જ આરોપોનું ખંડન કર્યું

અભિજીતે બધા જ આરોપોનું ખંડન કર્યું

અભિજીતે મહિલાના બધા જ આરોપોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે મહિલા તેને પૈસા માટે ધમકાવી રહી હતી, જયારે તેમને વિરોધ કર્યો ત્યારે તે પોલીસ પાસે પહોંચી ગયી. અભિજીત ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે તે મહિલાએ બીજા માળ પર ખોટી રીતે બાંધકામ કરી રાખ્યું છે.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પરંતુ આ પહેલીવાર નથી કે અભિજીત ભટ્ટાચાર્ય પર આ પ્રકારના આરોપ લાગ્યા હોય. આ પહેલા પણ તેઓ આ પ્રકારની બાબતો માટે ચર્ચામાં રહી ચુક્યા છે.

English summary
Singer Abhijeet Bhattacharya booked again verbally abusing woman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X