For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ - ચીન બૉર્ડર પર સ્થિતિ ખૂબ જ ગંભીર

વિદેશ મંત્રી એસ જયશંકર આજે રશિયા માટે રવાના થશે. 10 સપ્ટેમ્બરે તેમની પોતાના સમકક્ષ વાંગ વાઈ સાથે મુલાકાત થવાની છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વિદેશ મંત્રી એસ જયશંકર આજે રશિયા માટે રવાના થશે. 10 સપ્ટેમ્બરે તેમની પોતાના સમકક્ષ વાંગ વાઈ સાથે મુલાકાત થવાની છે. આ મીટિંગ પહેલા જયશંકરે કહ્યુ છે કે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ પહેલા જયશંકરે એક મોટુ નિવેદન આપ્યુ છે. વિદેશ મંત્રીએ કહ્યુ છે કે બૉર્ડર પર સ્થિતિને સંબંધોની વર્તમાન સ્થિતિથી અલગ ન કરી શકાય. તેમણે આ સાથે જ એ તરફ ઈશારો કર્યો કે ચીની વિદેશ મંત્રી સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

s jaishankar

શાંતિ અને સ્થિરતા સંબંધોનો આધાર

એસ જયશંકરે કહ્યુ કે વર્તમાન સ્થિતિ ખૂબ જ વધુ ગંભીર છે અને આના પર બંને પક્ષો વચ્ચે રાજકીય સ્તરે ઉંડી ચર્ચાની સખત જરૂર છે. એસ જયશંકર નવથી 11 સપ્ટેમ્બર સુધી મૉસ્કોમાં હશે. તેમણે કહ્યુ, 'જો બૉર્ડર પર શાંતિ અને સ્થિરત નહિ હોય તો પહેલા જેવા સંબંધો નહિ થઈ શકે.' તેમણે આગળ કહ્યુ કે, 'જો તમે છેલ્લા 30 વર્ષોને જુઓ તો બૉર્ડર પર શાંતિ અને સ્થિરતા તો હતી પરંતુ સમસ્યાઓ પણ હતી. હું તેનાથી ઈનકાર નથી કરી રહ્યો કે તેનાથી જ સંબંધોમાં આગળ વધારો માલુ પડતો. ચીન, ભારતનુ બીજો મોટો વેપાર ભાગીદાર બની ગયો, આનાથી સ્પષ્ટ છે કે શાંતિ અને સ્થિરતાં જ સંબંધોનો આધાર છે.'

એક સપ્તાહમાં બીજી મોટી મીટિંગ

ચાર સપ્ટેમ્બરે રશિયાના રાજધાની મૉસ્કોમાં ચીનના સંરક્ષણ મંત્રી જનરલ વેઈ ફેંગે સાથે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મીટિંગ કરી. હવે 10 સપ્ટેમ્બરે મૉસ્કોમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના ચીની સમકક્ષ વાંગ વાઈ સાથે મુલાકાત કરશે. રાજનાથ અને ચીની જનરલની મીટિંગ ભારત-ચીન ટકરાવ વચ્ચે પહેલી મોટી મીટિંગ હતી. આના પર બધાની નજર ટકેલી હતી પરંતુ એ પરિણામહીન ખતમ થઈ ગઈ. હવે એક વાર ફરીથી જયશંકર અને વાંગ વાઈની મીટિંગ પર નજર ટકેલી છે. આ મહત્વની મુલાકાત પહેલા એક વાર ફરીથી બૉર્ડર પર સ્થિતિ બગડી છે. ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ફાયરિંગ કરવાના સમાચાર છે.

ચીનનો દાવો, ભારતીય સૈનિકોએ પૈંગોન્ગ સરોવર પાસે વૉર્નિંગ શૉટ્સ ફાયર કર્યાચીનનો દાવો, ભારતીય સૈનિકોએ પૈંગોન્ગ સરોવર પાસે વૉર્નિંગ શૉટ્સ ફાયર કર્યા

English summary
Situation along the LAC is very serious after fresh firing incident says External Affairs Minister'S Jaishankar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X