• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચૂંટણી પહેલા સર્વેએ વધારી મોદી સરકારની મુશ્કેલી

|

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં 17 દિવસથી પણ ઓછો સમય બાકી છે. આવા મહત્વપૂર્ણ સમયે આવેલ બે વિવિધ સર્વેના પરિણામથી સત્તામાં બીજી વખત વાપસીનો પ્રયત્ન કરી રહેલ ભાજપ માટે પરેશાનીની સ્થિતિ પેદા થઈ શકે છે. તાજા સર્વેમાં તો ત્યાં સુધી દાવો કરવામાં આવ્યો છે કે દેશના 543 લોકસભા ક્ષેત્રમાંથી 534 ક્ષેત્રના મતદાતા મોદી સરકારના કામકાજથી બહુ ખુશ નથી. ભાજપની સૌથી મોટી મુશ્કેલી એ છે કે બંને સર્વેમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો બની ગયો છે, જેને વિપક્ષ પાર્ટીઓ જોરશોરથી ઉઠાવી રહી છે.

શું કહે છે સર્વે

શું કહે છે સર્વે

એક સ્વતંત્ર એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે 534 લોકસભા મતદાન ક્ષેત્રોમાં સર્વેના આધારે દાવો કર્યો છે કે જનતાની નજરમાં મોદી સરકારનું પ્રદર્શન 5 અંકોમાં 3થી પણ ઓછું છે એટલે કે સરેરાસ નીચે રહ્યું. જેનું આંકલન મતદાતાઓના 31 પ્રાથમિકતા વાળા મુદ્દાઓને આધાર બનાવીને કરવામાં આવ્યું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે દેશભરના 2.73 લાખ મતદાતાઓ વચ્ચે આ સર્વે પાછલા એક ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન કરાવ્યો હતો. જેમાં મતદાતાઓની સામે તેમની અલગ પસંદીત રાજનૈતિક પાર્ટીને વોટ આપવા અથવા હાલની સરકારને બનાવી રાખવા જેવા મુદ્દા રાખવામાં નહોતા આવ્યા. આ સર્વેનો દાવો છે કે મતદાતાઓએ આતંકવાદ અને રક્ષા વિષયોની જગ્યાએ રોજબરોજની જિંદગીથી જોડાયેલી વાતોને પ્રાથમિકતા આપી છે.

રોજગાર સૌથી મોટો મુદ્દો

રોજગાર સૌથી મોટો મુદ્દો

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ મુજબ સામાન્ય રીતે આખા ભારતમાં 18 કે તેનાથી ઉપરના નાગરિકો માટે રોજગાર હંમેશા સૌથી મોટો મુદ્દો રહ્યો. જો કે, કેટલાક શહેરી લોકસભા ક્ષેત્રના યુવા મતદાતાઓમાં ટ્રાફિક જામ, સારા રસ્તા અને સ્વચ્છ હવાનો મુદ્દો રોજગાર પર ભારે પડ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના પહેલા સર્વેની સરખામણી કરીએ તો 5ના સ્કેલ પર 2017માં સારા રોજગારના અવસરની પ્રાથમિકતા જે 30 ટકા હતી તે 2018માં વધીને 47 ટકા સુધી પહોંચી ગઈ હતી. જ્યારે જો આ સમયે સરકારના પ્રદર્શનને જોઈએ તો તે 3.17 ટકાથી ઘટીને 2.15 ટકા રહ્યું હતું. જ્યારે અન્ય સર્વે PEW SURVEYના આંકડાઓ મુજબ 76 ટકા લોકો ોજગારના અવસરોની કમીને દેશની સૌથી મોટી સમસ્યા માને છે. જો કે અમેરિકી રિસર્ચ સેન્ટરનો આ સર્વે પાછલા વર્ષે 23 મેથી 23 જુલાઈ વચ્ચે કરવામાં આવ્યો હતો અને તેમાં 2521 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યાં હતાં.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ મુજબ રોજગાર બાદ સ્વાસ્થ્ય, પીવાનું પાણી, રસ્તો, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ખેતી માટેની વ્યવસ્થા, ખેતી માટે લોન, ખેડૂતોના ઉત્પાદનના યોગ્ય ભાવ, વીજ અને ખાદ્ય પર સબ્સિડી અને કાયદા વ્યવસ્થાના મુદ્દે મતદાતાઓ માટે પ્રાથમિકતાઓનો વિષય રહ્યો છે. જ્યારે Pew Surveyએ રોજગાર અને પાકિસ્તાનથી ખતરા બાદ મોંઘવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ અને અપરાધ જેવા મુદ્દાને વધુ મહત્વના ગણાવ્યા છે, જ્યારે સ્વાસ્થ્ય સેવાઓના નિચલા સ્તરે રાખી છે.

આતંકવાદ વિરુદ્ધ જંગના ભરોસે જીતશે મોદી સરકાર?

આતંકવાદ વિરુદ્ધ જંગના ભરોસે જીતશે મોદી સરકાર?

ઉલ્લેખનીય છે કે આ બંને સર્વે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલ આતંકી હુમલા અને તેની વિરુદ્ધ પાકિસ્તાનમાં ઘુસીને ભારતીય વાયુસેનાની જવાબી કાર્યવાહી પહેલા કરવામાં આવ્યા હતા. અમેરિકી રિસર્ચ સેન્ટરના સર્વે Pew Surveyમાં 65 ટકા લોકોએ આતંકવાદને મોટો મુદ્દો ગણાવ્યો હતો. પરંતુ ભાજપ માટે રાહતની વાત એ થઈ શકે છે કે તેમાં 76 ટકા લોકો રોજગારના અવસરને મોટી સમસ્યા માને જ છે, એટલા જ ટકા લોકો પાકિસ્તાનને પણ ભારત માટે ખતરો પણ માને છે. એટલે કે પિયુ સર્વે મુજબ રોજગારની વાત છોડી દઈએ તો મોટાભાગના ભારતીયો એ વાતને લઈ આશાવાદી જણાઈ રહ્યા છે કે દેશ યોગ્ય દિશામાં જઈ રહ્યો છે.

એવામાં સવાલ ઉઠે છે કે શું ભાજપ રોજગાર અને રોજબરોજની જોડાયેલ બાકી મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવીને આતંકવાદ અને પાકિસ્તાનની સમસ્યા તરફ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ થઈ શકશે?

ભાજપમાં સામેલ થયાં પૂર્વ સાંસદ જયા પ્રદા, રામપુરથી આઝમ ખાન વિરુદ્ધ લડી શકે ચૂંટણી

English summary
situation is difficult for Modi government:A survey conducted before the election shows
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more