• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોંગી ધારાસભ્યને છ દિવસની પોલીસ કસ્ટડીનો આદેશ

|

સિમલા, 8 જાન્યુઆરીઃ છેલ્લા 45 દિવસથી હત્યાના ઓરોપમાં ફરાર કોંગ્રેસના ધારાસભ્ય રામ કુમાર ચૌધરીને જિલ્લા કોર્ટ દ્વારા છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેમના પર જ્યોતી નામની 24 વર્ષીય યુવતીની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 20 ડિસેમ્બરે ડૂન ખાતેથી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા બાદ તેમનું નામ યુવતીના હત્યાના આરોપમાં ઉછળ્યું હતું.

હત્યાનો આરોપ લાગ્યા બાદ તે ફરાર હતા અને આજે તેઓએ પોલીસ સમક્ષ સરન્ડર કર્યું હતું. તેમણે સરન્ડર કર્યા બાદ પંચકુલા કોર્ટામાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવે તેવો નિર્દેશ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશ કોંગ્રેસના ભાગેડુ ધારાસભ્ય રામ કુમાર ચૌધરીના માથે બે લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. ચૌધરીની આગોતરા જામીનની અરજી પણ કોર્ટ દ્વારા ખારીજ કરી નાંખવામાં આવી હતી. છેલ્લા 45 દિવસથી તે ફરાર હતા. તેમના પર 24 વર્ષીય યુવતીની હત્યાનો આરોપ મુકવામાં આવ્યો છે.

English summary
six day police custody to congress mla of himachal pradesh in youth girl murder case. he was wanted from 45 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X