• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકામાં અંધાધૂંધ ગોળીબાર, 6ના મોત

|

કેલિફોર્નિયા, 8 જૂનઃ લોસ એન્જલિસના પશ્ચિમમાં સેન્ટા મોનિકામાં એક બંદુકધારીએ અંધાધુંધ ગોળીબાર કરીને છ લોકોની હત્યા કરી દીધી છે અને આ ગોળીબારમાં અનેક લોકોને ઇજા પહોંચી છે. આ વિસ્તારમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો એક કાર્યક્રમ થયો હતો.

પોલીસ સાર્જેન્ટ રૂડી ફ્લોર્સે જણાવ્યું કે ઘણા પ્રત્યક્ષદર્શીઓ અનુસાર એક વ્યક્તિએ એક બસ સહિત વાહનો પર ગોળીબાર કર્યો. લોકોનું કહેવું છે કે બંદૂકધારીએ સેન્ટા મોનિકા કોલેજ પાસે ગીચતા વાળા સ્થળ પર અચાનક કાર્સ અને એક બસ પર ગોળીઓનો વરસાદ કરવાની શરૂઆત કરી દીધી હતી. બાદમાં પોલીસે તેને શૂટ કરી દીધો હતો.

ઘટના સમયે કોલેજ બંધ હતી અને અંદાજે પાંચ કિમી દૂર રાષ્ટ્રપતિ બરાક ઓબામા એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જો કે, આ ઘટનાથી તેમનો કાર્યક્રમ પ્રભાવિત થયો નથી. હત્યારાનો ઉદ્દેશ્ય શું હતો તે હજી સુધી જાણી શકાયું નથી.

English summary
At least six people were killed as a gunman went on a rampage in Southern California.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X