For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરસાદ ન પડતાં 'ઇન્દ્રને રીઝવવા' છ બાળકીઓને નગ્ન કરી ગામમાં ફેરવાઈ - BBC Top News

વરસાદ ન પડતાં 'ઇન્દ્રને રીઝવવા' છ બાળકીઓને નગ્ન કરી ગામમાં ફેરવાઈ - BBC Top News

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશના એક ગામમાં છ સગીરાઓને કથિતરૂપે નગ્ન કરીને ભીક્ષા માગવા માટે મજબૂર કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે.

'હિંદુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલ મુજબ 'વરસાદની અછત' હોવાથી અંધવિશ્વાસના પ્રભાવમાં ગ્રામજનોએ બાળકીઓને નગ્ન કરીને ગામમાં ફેરવી હતી. ગ્રામજનો માને છે કે આમ કરવાથી ઇંદ્રદેવ ખુશ થશે અને વરસાદ પડશે.

બાળકી

આ ઘટના મધ્ય પ્રદેશના બુંદેલખંડ પ્રાંતના દામોહ જિલ્લાની છે.

અહીંના બાનિયા ગામમાં વરસાદ આવે એ માટે ગામની જ છ બાળકીઓને નગ્ન કરીને તેમની પાસે ગામમાંથી લોટ, શાકભાજી, કઠોળ વગેરે મગાવવામાં આવ્યાં હતાં.

અહેવાલમાં જણાવાયું છે કે બાળકીઓએ દરેક ઘરે જઈને આ વસ્તુઓ એકઠી કરી હતી. બાદમાં આ વસ્તુઓને ગામના ભંડારામાં આપી દેવાઈ હતી, જેનું ભોજન તૈયાર કરીને ગામના લોકોએ ખાધું હતું.


કેરળમાં 11 લોકોમાં નિપાહ વાઇરસનાં લક્ષણો દેખાયાં

નિપાહ વાઇરસ ચામાચીડિયાં

કેરળમાં નિપાહ વાઇરસના લીધે તાજેતરમાં 12 વર્ષના એક કિશોરનું મોત થયું હતું, જે પછી આરોગ્યમંત્રી વીણા જ્યૉર્જે જણાવ્યું છે કે કિશોરનાં માતા સહિત 11 લોકોમાં લક્ષણો જોવા મળ્યાં છે.

'ઇન્ડિયા ટુડે’ના રિપોર્ટ અનુસાર આરોગ્યકર્મીઓની ટીમે આ કિશોર અને તેનું કુટુંબ રહેતા હતા, તે ઘરની મુલાકાત લીધી હતી.

આ કુટુંબે પાળેલી બે બકરીના પણ નમૂના લીધા હતા તથા તેમના આંગણામાં રહેલાં બે વૃક્ષોના પણ નમૂના લેવામાં આવ્યા હતા.

રાજ્યનો આરોગ્યવિભાગ આ કેસોનું સતત મૉનિટરિંગ કરી રહ્યો છે. તે ચુસ્ત રીતે કૉન્ટેક્ટ ટ્રેસિંગને અનુસરી રહ્યો છે.

કુલ 251 કૉન્ટેક્ટ ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેમાંથી 54 હાઈરિસ્ક કૅટેગરીમાં આવે છે. મંગળવારથી હાઉસ-ટુ-હાઉસ સરવે શરૂ કરાશે, જેથી નિપાહ વાઇરસનાં લક્ષણો ધરાવનારી કોઈ પણ વ્યક્તિ રહી ન જાય.

અગાઉ કેરળની સરકારે નિપાહ મૅનેજમૅન્ટ પ્લાન જારી કર્યો હતો. ખાનગી અને સરકારી હૉસ્પિટલોએ તે મુજબ હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવાનું હતું.

જિલ્લા સત્તાવાળાઓ પોતે પણ અલગ નિપાહ મૅનેજમૅન્ટ પ્લાન તૈયાર કરી શકે છે. તેમાં સારવાર અને ડિસ્ચાર્જ માટેની ગાઇડલાઇન પણ પ્રકાશિત કરવામાં આવી છે.

અત્રે નોંધવું કે નિપાહ વાઇરસ ચામાચીડિયાં દ્વારા ફેલાય છે અને તેથી આ ઘરના આંગણામાં આવેલા વૃક્ષનાં ફળો ચામાચીડિયાએ ખાધાં હોવાની સંભાવનાને પગલે તેની ચકાસણી કરી છે.

આરોગ્યની ટીમે તળાવના કિનારે ચામાચીડિયાઓનું રહેઠાણ પણ શોધી કાઢ્યું છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/GGK43pwYBo0

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Six girls stripped naked and turned into village to 'please Indra' without rain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X