સંયુક્ત કિસાન મોરચાએ MSP કમિટી માટે આપ્યા આ 5 નામ, આવતી મીટિંગ 7 તારીખે
નવી દિલ્લીઃ દિલ્લીની સિંધુ બૉર્ડર પર શનિવારે સંયુક્ત કિસાન મોરચાના નેતાઓની મહત્વની બેઠક થઈ. મીટિંગમાં કેન્દ્ર સરકરાની એમએસપી કમિટી માટે 5 નામો પર સંમતિ બની છે. મોરચા દ્વારા નક્કી કરવામાં આવેલા નામોમાં ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલ, ગુરનામ ચઢની, યુદ્ધવીર સિંહ, શિવકુરમા કક્કા, અશોક ધાવલે શામેલ છે. આ બધા સભ્ય સરકારની એમએસપીને લઈને બનનારી સમિતિનો હિસ્સો હશે.
બેઠક બાદ મીડિયા સાથે વાત કરીને ખેડૂત નેતાઓ રાકેશ ટિકેતને કહ્યુ કે, સંયુક્ત ખેડૂત મોરચાએ એમએસપી પર સરકાર સાથે વાતચીત માટે બનાવવામાં આવનાર કમિટિ માટે શિવ કુમાર કક્કા, ગુરનામ સિંહ ચઢૂની, યુદ્ધવીર સિંહ, બલબીર સિંહ રાજેવાલ અને અશોક ધાવલેના નામ નક્કી કરી દીધા છે. રાકેશ ટિકેતે કહ્યુ, આ સંયુક્ત કિસાન મોરચાની હેડ કમિટી હશે. જે બધા મહત્વપૂર્ણ નિર્ણયો લેશે. એમએસપી પર રચાયેલ કમિટી સરકાર સાથે દરેક મુદ્દે વાત કરશે.
ટિકેતે આગળ કહ્યુ, હજુ સુધી સરકારે અધિકૃત રીતે વાતચીત માટે નથી બોલાવ્યા. જો વાતચીત માટે બોલાવવામાં આવે તો આ જ 5 લોકો વાતચીત માટે જશે. રાકેશ ટિકેતે એક વાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ કે હજુ ખેડૂત આંદોલન ખતમ નથી થયુ. રાકેશ ટિકેતે આગળ કહ્યુ, અમે ક્યાંય નથી જઈ રહ્યા. ખેડૂત મોરચાની આવતી બેઠક 7 ડિસેમ્બરે થશે. જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવશે.