For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tik Tokની આ જાનલેવા ચેલેન્જ બની આફત, તૂટી રહ્યા છે ગરદન-માથાના હાડકાં

સોશિયલ મીડિયા પર ઘણીવાર જાનલેવા ચેલેન્જ મળે છે અને વધુ લાઈક્સની લાલચમાં કિશોરો આનો હિસ્સો બનતા જોઈ શકાય છે. હવે એક નવી ચેલેન્જ આવી છે.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પર ઘણીવાર જાનલેવા ચેલેન્જ મળે છે અને વધુ લાઈક્સની લાલચમાં કિશોરો આનો હિસ્સો બનતા જોઈ શકાય છે. થોડા મહિના પહેલા બ્લૂ વ્હેલ ચેલેન્જે ઘણા બધા બાળકોના જીવ લીધા હતા. હવે જે નવી ચેલેન્જ આવી છે તેને 'Tripping Jump' કે 'Skull Breaker' કહેવામાં આવી રહી છે. આ ચેલેન્જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને ઘણી વધુ ખતરનાક પણ છે.

હાડકાં તોડવા જેવી ખતરનાક ગતિવિધિ

હાડકાં તોડવા જેવી ખતરનાક ગતિવિધિ

તેના નામ પરથી જ ખબર પડી રહી છે કે આ ચેલેન્જમાં હાડકાં તોડવા જેવી ખતરનાક ગતિવિધિ કરવાની છે. આ ચેલેન્જમાં ત્રણ લોકોની જરૂર પડે છે. જેમાંથી એક વચ્ચે ઉભો રહે છે અને બાકીના બે સીડમાં ઉભા રહે છે. પહેલા સાઈડના બંને લોકો કૂદે છે.. પછી વચ્ચેવાળાને એ જ રીતે કૂદવા માટે કહેવામાં આવે છે. વચ્ચેવાળો કૂદતા જ બંને સાઈડવાલા લોકો તેના પગ પર કિક મારી દે છે જેના કારણે તે માથા અને ગરદનના બળે જમીન પર પડી જાય છે.

જાનલેવા ઈજા થવાનુ જોખમ

જાનલેવા ઈજા થવાનુ જોખમ

ટિકટૉક પર ટ્રેન્ડ થઈ રહેલી આ ચેલેન્જથી બાળકોના માતાપિતા ખૂબ જ ત્રસ્ત છે કારણકે આનાથી જાનલેવા ઈજા થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ચેલેન્જની શરૂઆત સ્પેન્થી થઈ હતી. અહીં સ્કૂલમાં બે છોકરીઓએ આ ચેલેન્જનો વીડિયો બનાવીને પોસ્ટ કરી દીધો હતો. ત્યારબાદ તેમનો વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. વીડિયો વાયરલ થયા બાદ એવા પણ સમાચાર આવ્યા કે આનાથી ઘણા બાળકો ઘાયલ થઈ ગયા છે. આનાથી સૌથી વધુ અમેરિકા અને યુરોપના લોકો પ્રભાવિત થઈ રહ્યા છે પરંતુ ભારતીય બાળકો પણ આનાથી પ્રભાવિત થઈ શકે છે.

શરીરના સાંધા પણ ફ્રેક્ચર થઈ શકે છે

સૌથી જરૂરી વાત એ છે કે આ ચેલેન્જ મેસેજિંગ પ્લેટફોર્મ વૉટ્સએપ પર પણ ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. અમુક વીડિયોમાં એ નથી બતાવવામાં આવી રહ્યુ કે સ્કલ બ્રેકર ચેલેન્જ કરવા પર શું થઈ શકે છે પરંતુ ડૉક્ટર્સનુ કહેવુ છે કે આનાથી માથાથી લઈને કમર સુધી ઘણા પ્રકારની ગંભીર ઈજાઓ થઈ શકે છે. આનાથી શરીરીના સાંધા પણ ફ્રેક્ચર થઈ શકે છે. જો કે આના પર રોક લગાવવાની માંગ પણ વધી રહી છે.

સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા વીડિયો

આમ તો ભારતમાં આનાથી કોઈ મોતની પુષ્ટ થઈ નથી પરંતુ ઘણા બાળકો ગંભીર રીતે ઘાયલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમુક બાળકોના માથામાં ગંભીર ઈજા થવાના સમાચાર સામે આવ્યા છે. વળી, સોશિયલ મીડિયા પર પણ આ અંગેના ઘણા વીડિયો લોકો શેર કરી રહ્યા છે. આ લોકો વીડિયો સાથે કેપ્શનમાં એ પણ લખી રહ્યા છે કે આ પ્રકારની ચેલેન્જ પર રોક લાગવી જોઈએ કારણકે આ ખૂબ જ ખતરનાક છે.

બ્લૂ વ્હેલે લીધા હતા 100થી વધુ બાળકોના જીવ

બ્લૂ વ્હેલે લીધા હતા 100થી વધુ બાળકોના જીવ

આની બ્લૂ વ્હેલ નામની ચેલેન્જ આવી હતી જેણે દુનિયાભરમાં 100થી વધુ બાળકોના જીવ લીધા હતા. આ એક એવી ગેમ હતી જે ના તો પ્લે-સ્ટોર પર મળે અને ના કોઈ સાઈટ પર. આ ગેમમાં ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી લૉગ ઈન કરવાનુ હતુ ત્યારબાદ ચેલેન્જ આપવામાં આવતી હતી. આ ગેમને બનાવનાર Phillip Budeikinની પોલિસે ધરપકડ કરી લીધી હતી. તે યુઝર્સને આત્મહત્યા માટે ઉકસાવતો હતો.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીથી નારાજ હતા મનમોહન સિંહ, આપવા ઈચ્છતા હતા રાજીનામુઆ પણ વાંચોઃ રાહુલ ગાંધીથી નારાજ હતા મનમોહન સિંહ, આપવા ઈચ્છતા હતા રાજીનામુ

English summary
skull breaker in new dangerous challenge on tik tok parents worried, see in these videos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X