For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પીએમ મોદીને બર્થડે વિશ કરવા 13000 ફીટ ઉંચાઈએથી આ યુવતીએ લગાવી છલાંગ

Video: પીએમ મોદીને બર્થડે વિશ કરવા 13000 ફીટ ઉંચાઈએથી આ યુવતીએ લગાવી છલાંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 68મા જન્મ દિવસે એટલે કે 17મી સપ્ટેમ્બરે વારાણસીની 2 દિવસની મુલાકાતે ગયા છે. વારાણસીમાં પીએમ મોદીએ 557 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાઓ શરૂ કરાવી. દેશભરમાં જ્યાં પીએમ મોદીના જન્મદિવસના અવસર પર ભાજપના કાર્યકર્તાઓએ વિવિધ કાર્યક્રમો કર્યા, ત્યારે અમેરિકાના શિકાગોમાંથી પીએમ મોદી માટે એક એવો શુભેચ્છા સંદેશ આવ્યો જે સૌથી અનોખો હતો. શિકાગોમાં પીએમ મોદીને અનોખી રીતે જન્મદિનની શુભકામના પાઠવવા માટે ભારતીય સ્કાયડાઈવર શીતલ મહાજને 13 હજાર ફીટની ઉંચાઈએથી છલાંગ લગાવી હતી.

13 હજાર ફીટ ઉંચાઈએથી લગાવી છલાંગ

13 હજાર ફીટ ઉંચાઈએથી લગાવી છલાંગ

શીતલ મહાજને પોતાના ફેસબુક અકાઉન્ટ પર વીડિયો અને તસવીરો શેર કરી છે, જેમાં વિમાનમાંથી કૂદકો લગાવી રહેલી શીતલના હાથમાં એક પોસ્ટર જોવા મળી રહ્યું છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે, '13000 ફીટ ઉંચા વાદળી આકાશમાંથી પીએમ મોદીને એમના 68મા જન્મદિવસની શુભકામના.' શીતલ મહાજને લખ્યું કે તેમના સાથી ભારતીય સ્કાયડાઈવર સુદીપ કોડવતીએ આ વીડિયો શૂટ કર્યો છે.

બે જોડિયાં બાળકોની માતા છે શીતલ

બે જોડિયાં બાળકોની માતા છે શીતલ

ઉલ્લેખનીય છે કે 2011માં ભારત સરકારે 36 વર્ષની શીતલ મહાજનને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરી હતી. બે જોડિયા બાળકોની માતા શીતલ મહાજનના નામે 6 વિશ્વ રેકોર્ડ અને 17 નેશનલ રેકોર્ડ સ્થાપિત છે. એમણે થાઈલેન્ડમાં 8.25 મીટર લાંબી નૌવારી સાડી (મહારાષ્ટ્રની મહિલાઓ પહેરે તેવી સાડી) પહેરીને 13000 ફીટની ઉંચાઈએથી છલાંગ લગાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

4 વર્ષથી મોદી સાથે મુલાકાતની પ્રતીક્ષા

મૂળ પુણેની રહેવાસી શીતલ મહાજને પોતાના પેસબુક પેજ પર લખ્યું કે, 'છેલ્લા ચાર વર્ષથી પીએમ મોદીને મળવાની પ્રતીક્ષા કરી રહી છું, પરંતુ આજસુધી એમને મળી નથી શકી. મને આશા છે કે મારી આ શુભકામનાઓ સાથે પીએમ મોદી જરૂર જવાબ આપશે અને હું તેમને મળી શકીશ.'

દીકરીઓ સાથે રેપથી દેશ શર્મસાર, પીએમ ચૂપ: રાહુલ ગાંધી દીકરીઓ સાથે રેપથી દેશ શર્મસાર, પીએમ ચૂપ: રાહુલ ગાંધી

English summary
Skydiver Shital Mahajan Wishes Birthday to Narendra Modi from 13000 Feet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X