• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં ઝૂંપડપટ્ટીની વસતી 10 કરોડને વટાવી જવાનો અંદાજ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ઓગસ્ટ : વર્ષ 2017 સુધીમાં દેશમાં ઝૂંપડપટ્ટીઓમાં વસતા લોકોની વસ્તી વધીને 10 કરોડ 40 લાખ થવાની ધારણા છે. એક અંદાજ મુજબ વર્ષ 2017માં દેશની અંદાજિત વસ્તી 1.28 અબજ થશે. આ કુલ વસતીમાં લગભગ 9 ટકા હિસ્સો ઝૂંપડપટ્ટીઓમાં રહેનારાઓનો હશે.

સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર, દેશના અનેક શહેરો, નગરો તથા સેમી ગ્રામીણ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીઓનો ફેલાવો વધશે. સરકારે નિમેલી એક સમિતિના અહેવાલ અનુસાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સૌથી વધારે ઝૂંપડપટ્ટીઓ હશે.

વર્ષ 2011માં કરવામાં આવેલી વસતી ગણતરી અનુસાર વર્તમાન સમયમાં દેશની કુલ 1.21 અબજની વસ્તીમાં ઝૂંપડપટ્ટીની વસ્તી 9 કરોડ 30 લાખ જેટલી હતી.

English summary
Slum population in India is expected to cross 10 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X