For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહને ફસાવવા માટે કોંગ્રેસે કર્યો હતો CBIનો ઉપયોગઃ સ્મૃતિ ઈરાની

અમિત શાહને ફસાવવા માટે કર્યો CBIનો ઉપયોગઃ સ્મૃતિ ઈરાની

|
Google Oneindia Gujarati News

દિલ્હીઃ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભાજપે કોંગ્રેસ પર જબરદસ્ત પ્રહાર કર્યો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફ્ર્ન્સ કરી કહ્યું કે કોંગ્રેસે સોહરાબુદ્દીન મામલામાં ભાજપના નેતાઓને ખોટી રીતે ફસાવ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસે પોતાના કાર્યકાળમાં સીબીઆઈનો દુરુપયોગ કર્યો હતો અને અમિત શાહને તેઓ ફસાવવા માંગતા હતા. ઈરાનીએ કહ્યું કે, 2010માં સીબીઆઈએ કોંગ્રેસ નેતૃત્વના દબાણમાં આવી અમિત શાહની રાજનૈતિક ષડયંત્ર અંતર્ગત ધરપકડ કરી હતી.

કોંગ્રેસના રાજનૈતિક ઈરાદા ખરાબ હતા

કોંગ્રેસના રાજનૈતિક ઈરાદા ખરાબ હતા

તેમણે કહ્યું કે કોંગ્રેસના રાજનૈતિક ઈરાદા ખરાબ હતા માટે તેઓ અમિત શાહને જેલમાં સડવા માટે મોકલી દેવા માગતા હતા. કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહીને રાજનૈતિક સંસ્થાઓનો ઉપયોગ કરીને સંવિધાન, ન્યાયને કચડવા માટે તત્પર હતી. ઈરાનીએ કહ્યું કે જ્યારે અમિત શાહે જામીન માટે કોર્ટમાં અરજી કરી તો કોર્ટે કહ્યું કે અમિત શાહ વિરુદ્ધ કોઈ સબૂત નહોતું. પરંતુ કોંગ્રેસ દ્વારા રચવામાં આવેલ ષડયંત્રમાં અમિત શાહને માત્ર બોમ્બે હાઈકોર્ટમાં જ નહિ બલકે સુપ્રીમ કોર્ટમાં પણ ફટકો પડ્યો.

કોંગ્રેસે સત્તાનો દુરુપયોગ કર્યો

કોંગ્રેસે સત્તાનો દુરુપયોગ કર્યો

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સોહરાબુદ્દીન કેસમાં 8 વર્ષ સુધી માત્ર અમિત શાહ જ નહિ તેમનો પરિવાર પણ ટોર્ચર કરવામાં આવ્યો. કોંગ્રેસે એ સમયે રાજનૈતિક દુર્ભાવના અંતર્ગત સત્તાનો દુરુપયોગ કર્યો. તેમણે કહ્યું કે ફેસલો વાંચી લે, આઠ વર્ષ બાદ સત્યની જીત થઈ છે. રાજનૈતિક કારણસર નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારને બરબાદ કરવા અને અમિત શાહને જેલમાં ધકેલવાની કોશિશ કરવામાં આવી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ રાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર થયું જ્યારે આતંકવાદીઓને કોંગ્રેસ પાસેથી સહારો મળ્યો. રાહુલ ગાંધીનું ટ્વીટ કરવું તેમનો આક્રોશ નહિ બલકે તેમની હતાશા જણાવે છે. અમિત શાહ વિરુદ્ધ કાંઈ કામ ન આવતાં રાહુલ ગાંધીને દુઃખ થઈ રહ્યું હશે.

અમિત શાહને ફસાવવાની કોશિશ કરી

અમિત શાહને ફસાવવાની કોશિશ કરી

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સ્પેશિયલ કોર્ટનો જે ફેસલો આ્યો, તેમાં જજે કહ્યું 210 સાક્ષીઓની પૂછપરછ થઈ અને પૂરાવાઓ વાંચ્યા બાદ માલુમ પડ્યું કે આરોપ રાજનૈતિક ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે લગાવવામાં આવ્યા હતા. ન્યાયપાલિકાએ સબૂતના આધાર પર ફેસલો સંભળાવ્યો. ઈરાનીએ કહ્યું કે ફેસલો રાહુલ ગાંધીના પક્ષમાં હોય તો ન્યાયપાલિકા ઠીક છે અને જો ફેસલો પક્ષમાં ન હોય તો ન્યાયપાલિકા ખોટી છે?

નોટબંધી ફટકો નહિ, જરૂરત હતી, એક વર્ષ સુધી લોકોને ચેતવ્યાઃ મોદી નોટબંધી ફટકો નહિ, જરૂરત હતી, એક વર્ષ સુધી લોકોને ચેતવ્યાઃ મોદી

English summary
Smriti Irani attacks congress, says clear proof of political conspiracy to destroy Amit Shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X