For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીને મળેલ અવોર્ડ પર રાહુલ ગાંધીનો પ્રહાર તો સ્મૃતિ ઈરાનીએ આપ્યો આ જવાબ

મોદીને અવોર્ડ પર રાહુલનો કટાક્ષ, સ્મૃતિ ઈરાનીએ આપ્યો જવાબ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીને પ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેના પર રાહુલ ગાંધીએ કરેલ કટાક્ષનો સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું કે આપણા વડાપ્રધાનને કોટલર પ્રેસિડેન્શિયલ અવોર્ડ હાંસલ કરવા પર શુભેચ્છા પાઠવું છું. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે આ પુરસ્કાર એટલો પ્રસિદ્ધ છે કે તેની કોઈ જ્યૂરી નથી.

smriti irani

રાહુલ ગાંધીએ કહ્યું કે આ અવોર્ડ પહેલા કોઈને આપવામાં આવ્યો નથી અને અલીગઢની એક લાપતા કંપની તરફથી સમર્થિત છે. જેના પાર્ટનર પતંજલિ અને રિપબ્લિક ટીવી છે. રાહુલ ગાંધીના ટ્વીટ બાદ કેન્દ્રીય મંતરી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરતા લખ્યું કે આ એક એવા વ્યક્તિ તરફથી આવ્યો છે જેના શાનદાર પરિવારે ખુદને ભારત રત્ન પ્રદાન કરવાનો ફેસલો લીધો.

જણાવી દઈએ કે પીએમ કાર્યાલયથી જાહેર નિવેદન મુજબ આ પુરસ્કાર ત્રણ આધાર રેખા પીપુલ પ્રૉફિટ અને પ્લાનેટ પર કેન્દ્રીય છે. આ પુરસ્કાર પ્રત્યેક વર્ષ કોઈ દેશના નેતાને પ્રદાન કરવામાં આવશે. જ્યારે પુરસ્કારના પ્રશસ્તિપત્રમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીની પસંદગી દેશના ઉત્કૃષ્ટ નેતૃત્વ પ્દાન કરવા માટે કરવામાં આવી છે. પીએમ મોદીને આ અવોર્ડ એનાયત કરવા પર લાલૂ પ્રસાદ યાદવના દીકરા અને બિહારના પૂર્વ ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવે પણ ટ્વીટ કરી કહ્યું કે પરમ આદરણીય પ્રધાનમંત્રીજીને અદ્વિતીય અનોખો અને અદ્ભુત અવોર્ડ મળવા પર કોટી-કોટી શુભેચ્છા.

આ પણ વાંચો- સબરીમાલા મંદિર: બે મહિલાઓ પુરુષ વેશમાં મંદિર પહોંચી, વિવાદ વધ્યો

English summary
Smriti Irani mocks Rahul Gandhi on Twitter after takes jibe at PM Modi Philip Kotler award
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X