અમેઠીમાં પોતાનું ઘર બનાવશે સ્મૃતિ ઈરાની
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને હરાવીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની હવે અમેઠીમાં પોતાનું ઘર બનાવવાનું આયોજન કરી રહ્યા છે. શનિવારે, સ્મૃતિ ઇરાનીએ આ માહિતી આપી હતી. ઇરાની કહ્યું હવે અમેઠી મારુ સંપૂર્ણ ઘર હશે. તેઓ અહીંના લોકો માટે હંમેશા હાજર હશે. લોકો જયારે પણ ઈચ્છે, ત્યારે તેમની સાથે મુલાકાત કરી શકે છે.
15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા

રાહુલ ગાંધીને હરાવ્યા
આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી છેલ્લા દોઢ દાયકાથી અહીં સાંસદ હતા પરંતુ આ વખતે સ્મૃતિ ઈરાનીએ બધાને ચોંકાવીને રાહુલ ગાંધીને અહીંથી હરાવી દીધા છે. રાહુલ ગાંધી વર્ષ 2004 દરમિયાન ચૂંટણી જીતીને અહીંના સાંસદ બન્યા હતા, પરંતુ રાહુલ ગાંધી ક્યારેય પણ અહીંના પરમેનન્ટ નિવાસી નહીં બન્યા. તેઓ અહીંના ગેસ્ટ હાઉસમાં રોકાતા હતા.

અમેઠીથી લાંબો સંબધ
પરંતુ ગાંધી પરિવારને હરાવ્યા પછી, સ્મૃતિ ઇરાનીએ અહીં એક ફુલ ટાઇમ હાઉસ બાંધવાનો નિર્ણય કર્યો. તેમના નિર્ણય સ્પષ્ટ છે કે તેઓ આગામી વર્ષોમાં અમીઠીના લોકો સાથે ગાઢ સંબંધ બાંધવા માંગે છે. શનિવારે, સ્મૃતિ ઇરાનીએ પણ અમેઠીની યોજનાની જાહેરાત કરી છે. પરંતુ હવે સવાલ છે કે અમેઠી હાર્યા પછી શુ રાહુલ ગાંધી અહીં આવતા રહેશે કે નહીં તે જોવા જોવી વાત હશે કારણકે વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની હાર્યા હતા તેમ છતાં તેઓ અમેઠી આવતા હતા.

લોકો માટે કામ કરીશ
અમેઠીથી સાંસદ ચૂંટાયા બાદ અને મોદી કેબિનેટમાં ફરીથી મંત્રી બન્યા પછી શનિવારે પહેલીવાર સ્મૃતિ ઈરાની પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠી પહોંચ્યા હતા. જનતાને 30 કરોડ 27 લાખ ના રસ્તાની ભેટ આપતા તેમને કહ્યું કે અમેઠીની જનતાએ ધર્મ અને જાતિની સાંકળો તોડીને માત્ર વિકાસ માટે વોટ આપ્યો છે. ચાર લાખ લોકો એવા પણ છે જેમને કોંગ્રેસ માટે વોટ આપ્યો હતો, પરંતુ હું સાર્વજનિક રીતે કહું છું કે હું દરેક લોકો માટે કામ કરીશ. કોઈને પણ વિકાસથી વંચિત નહીં રહેવા દઉં.