For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્જિકલ સ્ટ્રાઇક પછી સોશ્યલ મીડિયા પર લોકોએ ઉજવી દિવાળી!

|
Google Oneindia Gujarati News

ઉરી હુમલા બાદ દરેક ભારતીયના મનમાં એક જ વાત હતી કે "બહુ થયું હવે તો પાકિસ્તાનને બતાવી દેવું જોઇએ! અને આજે જ્યારે પીઓકેમાં જઇને ભારતીય જવાનોએ 38 આતંકીઓનો ખાતમો બોલાવ્યોને તો સોશ્યલ મીડિયા પર અનેક ભારતીયોની ખુશીને કોઇ સીમા ના રહી. ભારતીય સેના માટે દરેક ભારતીય એટલો આદર અત્યારે અનુભવી રહ્યો છે કે તેને શબ્દોમાં વર્ણવો પણ મુશ્કેલ બની જાય. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોશ્યલ મીડિયા પર ભારે વાહવાઇ થઇ હતી.

ભારતની સર્જિકલ સ્ટ્રાઇક: જાણવા જેવી 10 વાતોભારતની સર્જિકલ સ્ટ્રાઇક: જાણવા જેવી 10 વાતો

એટલું જ નહીં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી પહેલાની એક વીડિયો પણ વાયરલ કરી તેમના વખાણ કરી રહ્યા છે. તો બીજી તરફ અનેક રાજનેતાઓએ પણ ભારતીય સેનાની આ અદ્ધભૂત કામગીરીને વખાણી છે. તો જાણો રાજનેતાથી લઇને ભારતની સામાન્ય જનતાએ કેવી રીતે આ વાત પર પોતાની પ્રતિક્રિયા આપી અને કેવી રીતે આ ઓપરેશન ભારતીયો માટે દિવાળી જેવો મોટો દિવસ બની ગયો....

મોદી છવાઇ ગયા

ભારતીય સેનાએ પીઓકેમાં જે સર્જીકલ સ્ટ્રાઇક કરી તે પછી તો મોદીની આ વીડિયો ક્લીપ ફરતી થઇ છે અને લોકો લખી રહ્યા છે કે મોદી જે કહે છે તે કરીને બતાવે છે.

પાકિસ્તાનની ઉડાઇ

તો કોઇએ આ રીતે કાર્ટૂનના સહારે પણ મોદી અને ભારતીય સેનાનો પક્ષ મૂકયો હતો.

દિવાળીનો માહોલ

તો લોકો કહ્યું કે ભારતીય લશ્કરે તેમને દિવાળી પહેલા જ દિવાળીની ગીફ્ટ આપી દીધી છે.

હાથે કર્યા હૈયે વાગ્યા

તો લોકો કાર્ટૂનના માધ્યમથી પણ પાકિસ્તાનની ભારે મજાક ઉડાવી છે.

સર્જિકલ સ્ટ્રાઇક પર ટિપ્પણી

તો વચમાં તેવા પણ સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાને સર્જિકલ સ્ટ્રાઇકની વાત નકારી છે. તે પર કોઇએ આ પ્રકારની પણ રમજૂ ટિપ્પણી કરી છે.

અમિત શાહની ટિપ્પણી

તો અમિત શાહે પણ મોદી સરકારના આ સર્જિકલ સ્ટ્રાઇક પછી વખાણ કર્યા અને કહ્યું છે કે મોદી સરકારના નેતૃત્વમાં બધા સુરક્ષિત છે.

અરવિંદ કેજરીવાલની ટિપ્પણી

દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ પ્રસંગે વિરોધની વાત ના થવી જોઇએ. આ પ્રસંગે દેશ એક છે. અને સેનાની કામગીરીના જેટલા વખાણ કરો તેટલા ઓછા છે.

ક્યાંક વખાણ તો ક્યાંક આ પણ

જો કે આ પ્રસંગે પણ લોકોમાં અલગ અલગ મંતવ્ય જોવા મળ્યા હતા.

English summary
Social media go gaga on surgical strike of army in pakistan soil. People praises NArendra Modi for his action.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X