For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ મીડિયાઃ રવિશંકરની ચેતવણી - બિઝનેસ કરો પરંતુ ભારતીય બંધારણનુ પાલન કરવુ પડશે

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવાર(11 ફેબ્રુઆરી)એ રાજ્યસભામાં સોશિયલ મીડિયા પર કડક ચેતવણી આપી.

|
Google Oneindia Gujarati News

Twitter Row: Ravi Shankar Prasad On Social media: માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર સાથે ચાલી રહેલ મતભેદો વચ્ચે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવાર(11 ફેબ્રુઆરી)એ રાજ્યસભામાં સોશિયલ મીડિયા પર કડક ચેતવણી આપી. સોશિયલ મીડિયા સાઈટ્સને કડક સંદેશ આપીને રવિશંકર પ્રસાદે કહ્યુ કે અમે સોશિયલ મીડિયાનુ સમ્માન કરીએ છીએ પરંતુ જો આનો ખોટો ઉપયોગ કર્યો તો અમે કડકમાં કડક કાર્યવાહી પણ કરી શકીએ છીએ. રાજ્યસભામાં સોશિયલ મીડિયાના દૂરુપયોગ પર સૂચના પ્રોદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ, 'હું ટ્વિટર, ફેસબુક, વૉટ્સએપ, યુટ્યુબથી વિનમ્રતાપૂર્વક કહુ છુ. તમારા ભારતમાં કરોડો ફોલોઅર્સ છે, તમે અહીં બિઝનેસ કરો, પૈસા કમાઓ પરંતુ તમારે ભારતના બંધારણનુ પાલન કરવુ પડશે.'

ravi shankar prasad

અમે સોશિયલ મીડિયાનુ બહુ સમ્માન કરીએ છીએ પરંતુ દુરુપયોગ પર કાર્યવાહી કરીશુઃ રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યુ, 'સોશિયલ મીડિયાનો દૂરુપયોગ ભારતમાં હિંસા વૈમનસ્ય ફેલાવવા માટે કરવામાં આવશે તેને અમે સહન નહિ કરીએ. અમે સોશિયલ મીડિયાનુ બહુ સમ્માન કરીએ છીએ તેણે સામાન્ય લોકોને સશક્ત બનાવ્યા છે. ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમમાં સોશિયલ મીડિયાની મોટી ભૂમિકા છે. જો કે નકલી સમાચારોનો પ્રસાર કરવા માટે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવે છે, તો અમે કાર્યવાહી પણ કરીશુ.'

સોશિયલ મીડિયાનુ આ ડબલ સ્ટાડર્ડ નહિ ચાલેઃ રવિશંકર પ્રસાદ

અમેરિકાના કેપિટલ હૉલમાં થયેલી હિંસાનો તર્ક આપીને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ, 'જ્યારે વૉશિંગ્ટનમાં કેપિટલ હૉલ પર ભીડે હુમલો કર્યો, પોલિસે કાર્યવાહી કરી તો અમુક માઈક્રોબ્લોગિંગ સાઈટ તેમની સાથે ઉભી થઈ જાય છે. આવુ જ જ્યારે ભારતમાં થાય ત્યારે અમુક માઈક્રોબ્લોગિંગ સાઈટ તેમની સાથે ઉભી રહેતી નથી. સોશિયલ મીડિયાનુ આ ડબલ સ્ટાન્ડર્ડ નહિ ચાલે. માઈક્રો બ્લોગિંગ સાઈટ આ વાત સારી રીતે સમજી લે. તમે 'Massacre of Farmer હેશટેગ ચલાવો છો. કૃપા કરીને તમે વૈમનસ્ય અને હિંસા ન ફેલાવો. ફેક ન્યૂઝ, ખોટા સમાચારો ન ફેલાવો. જો તમે અમારી વાત ન માની તો અમે બહુ કડકાઈથી વર્તીશુ. તમારે ભારતના કાયદાનુ પાલન કરવુ પડશે.

તમને જણાવી દઈએ કે હાલમાં ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે મતભેદ ચાલુ છે. ભારત સરકારે ખેડૂત આંદોલન સાથે જોડાયેલ અમુક ભડકાઉ સામગ્રીવાળા અકાઉન્ટ્સને સેંસર કરવાની માંગ કરી હતી. જેમાં ટ્વિટરે બેદરકારી વર્તી છે અને સરકારના આદેશને અભિવ્યક્તિની આઝાદીનો હવાલો આપીને માનવાનો ઈનકાર કરી દીધો છે. જેના પર ભારત સરકારે ટ્વિટર પર કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

ટ્વિટરે આદેશ ન માન્યો તો ટૉપ અધિકારીઓની થઈ શકે છે ધરપકડ!ટ્વિટરે આદેશ ન માન્યો તો ટૉપ અધિકારીઓની થઈ શકે છે ધરપકડ!

English summary
Social media will have to follow Indian constitution: Ravi Shankar Prasad in Rajya Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X