For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન કેસમાં ડીજી વણઝારા સહિત 5 અધિકારીને રાહત

સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં વિવાદાસ્પદ અધિકારી ડીજી વણઝારા સહિત મુંબઈ અને રાજસ્થાનના પાંચ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સોમવારે રાહત મળી

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં વિવાદાસ્પદ અધિકારી ડીજી વણઝારા સહિત મુંબઈ અને રાજસ્થાનના પાંચ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સોમવારે રાહત મળી છે, બૉમ્બે હાઈકોર્ટે તમામને આરોપ મુક્ત કરી દીધા છે. નીચલી અદાલતે પહેલેથી જ ગુજરાત એટીએસના પ્રમુખ ડીજી વણઝારા, ગુજરાતના આઈપીએસ અધિકારી દિનેશ એમએન અને રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ દલપત સિંહ રાઠોડને છોડી મૂક્યા હતા.

જાણો શું હતો કેસ

જાણો શું હતો કેસ

જણાવી દઈએ કે સોહરાબુદ્દીન કેસમાં પોલીસ અધિકારીઓને છોડી મૂકવાના નીચલી અદાલતના ફેસલાને બૉમ્બે હાઈકોર્ટમાં પડકારવમાં આવ્યો હતો. જણાવી દઈએ કે 2005-06માં સંદિગ્ધ ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ, એની પત્ની અને સહાયક સામેની અથડામણમાં ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો. સીબીઆઈએ આ એન્કાઉન્ટરને ફેક ગણાવ્યું હતું. જ્યારે પોલીસનું કહેવું હતું કે સોહરાબુદ્દીન આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતો હતો.

નીચલી કોર્ટે છોડી મૂક્યા હતા

નીચલી કોર્ટે છોડી મૂક્યા હતા

ન્યૂયમૂર્તિ એ.એમ. બદરની આગેવાનીમાં 16 જુલાઈએ હાઈકોર્ટે ગુજરાતની એક નીચલી અદાલતના આરોપીઓને છોડવાના ફેસલાને સુરક્ષિત રાખી લીધો હતો. નીચલી અદાલતે આ તમામ અધિકારીઓને આરોપમુક્ત કરી દીધા હતા.

આ લોકોને નિર્દોષ જાહેર કર્યા

આ લોકોને નિર્દોષ જાહેર કર્યા

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ મામલો ગુજરાતથી મુંબઈની વિશેષ અદાલતમાં સ્થળાંતરિત કરવામાં આવ્યો હતો, જ્યાં 2014થી 2017 દરમિયાન 38 લોકોમાંથી 15ને આરોપમુક્ત કર્યા હતા. નિર્દોષ છોડવામાં આવ્યા એમાં 14 પોલીસ અધિકારી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સામેલ છે.

સોહરાબુદ્દીન અને કૌસર બીનું અપહરણ

સોહરાબુદ્દીન અને કૌસર બીનું અપહરણ

CBIના આરોપ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસના અધિકારીઓએ ગુજરાતના એક સંદિગ્ધ ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને એની પત્ની કૌસર બીનું હૈદરાબાદ પાસેથી અપહરણ કર્યું હતું અને નવેમ્બર 2005ના રોજ એમને ફેક એન્કાઉન્ટરમાં એમને ઠાર માર્યા હતા. આ પણ વાંચો-એક કૉલ આવ્યો કે ભારત બંધથી દૂર થઈ ગઈ શિવસેના, જાણો કારણ

English summary
Sohrabuddin Shaikh encounter case: DG Vanzara, other policemen discharged
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X