For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સીમામાં ઘૂસેલા ચીની સૈનિકોનો વીડિયો વાયરલ, જાણો તેની હકીકત

ભારતીય સીમામાં ઘૂસેલા ચીની સૈનિકોનો વીડિયો વાયરલ, જાણો તેની હકીકત

Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે પણ ચીન બોર્ડર પર પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. હાલમાં જ ભારત-ચીન સીમા પર સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી, આ દરમિયાન કેટલાય સૈનિકો ઘાયલ પણ થયા હતા. જે બાદ હવે સશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચીની સૈનિકો ભારતીય સીમામાં ઘૂસણખોરી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર હવે ભારતીય સેનાએ સ્પષ્ટતા આપી છે. સાથે જ વીડિયોને ફેક ગણાવતા આ વીડિયો શેર ના કરવાની અપીલ કરી છે.

ફેક વીડિયો ચલાવનારા પર કાર્યવાહી

ફેક વીડિયો ચલાવનારા પર કાર્યવાહી

ભારતીય સેનાના પ્રવક્તા મુજબ ઉત્તરી સીમા સાથે જોડાયેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેની કોઈ પ્રામાણિકતા નથી. હાલના સમયમાં સીમા પર કોઈપણ પ્રકારની હિંસા નથી થઈ રહી. કેટલાક દિવસો પહેલા જે ઘટના બની હતી તેને પ્રોટોકોલ અને સ્થાનિક સ્તરે ઉકેલી લેવમાં આવી હતી. તેમણે કહ્યું કે ભારતીય સેના રાષ્ટ્રીય સુરક્ષાને પ્રભાવિત કરનાર આવા વીડિયો અને સમાચારની આકરી નિંદા કરે છે. તેમણે મીડિયાને આવો વીડિયો ના ચલાવવાનો અનુરોધ કર્યો છે. આ વીડિયોને જે ચેનલ દ્વારા દેખાડવામાં આવી રહ્યા છે તેમના પર પણ સેનાએ કાર્યવાહીની વાત કહી છે.

વીડિયોમાં શું છે

વીડિયોમાં શું છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયો ભારત-ચીન બોર્ડરનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ચીની સૈનિક હથયારો સાથે LAC પાર કરી ભારતીય સીમામાં ઘૂસવાની કશિશ કરે છે. આ દરમિયાન ત્યાં હાજર જવાનોએ તેમને આવું કરતાં રોકી દીધા. વીડિયો મુજબ ITBP જવાન સીમા પર ચીની સૈનિકોને ઝડબાતોડ જવાબ આપી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર કેટલાય વર્ષ જૂના વીડિયો શેર કરી તેને હાલના સમયનો જણાવી રહ્યા છે.

સીમા પર શાંતિ બની

સીમા પર શાંતિ બની

હાલમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીન સીમા પર થયેલ વિવાદ પર નિવેદન આપ્યું હતું. રક્ષા મંત્રી મુજબ સીમા પર શાંતિ સ્થાપિત છે અને બંને દેશોએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આ સમસ્યાને ઉકેલવા માંગે છે. રાજનાથ સિંહે એમપણકહ્યું કે આ મામલામાં અમેરિકી હસ્તક્ષેપની કોઈ જરૂરત નથી. બંને દેશો પાસે આ સમસ્યા ઉકલેવા માટે સ્થાપિત તંત્ર છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારતની નીતિ બહુ સ્પષ્ટ છે કે આપણા તમામ પડોસીઓ સાથે સંબંધ સારો હોય, પરંતુ જો સીમા પર વિવાદ થાય છે તો મુદ્દાના સમાધાન માટે કોશિશ કરવામાં આવશે.

ટ્વિટર પર યૂઝરે પૂછ્યું- સોનૂ સૂદ તમારી એનર્જીનું રાજ શું છે, એક્ટરે આપ્યો દીલ જીતી લે તેવો જવાબટ્વિટર પર યૂઝરે પૂછ્યું- સોનૂ સૂદ તમારી એનર્જીનું રાજ શું છે, એક્ટરે આપ્યો દીલ જીતી લે તેવો જવાબ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X