For Quick Alerts
For Daily Alerts

ગુજરાત હિંસાના ઇતિહાસને પાઠ્યક્રમમાથી હટાવાને લઇને બીજેપીની સહયોગી જેડીયૂની પ્રતિક્રિયા, " ઇતિહાસને બદલી નથી શ
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના અભ્યાસના પાઠ્ય પુસ્તકોમાંથી ગોધરા હિંસાને લગતા પાઠ્યક્રમને હટાવી દિધા છે. આના પર બિહારના સહયોગી પાર્ટી જેડીયૂના નેતા કેસી ત્યાગીએ જણાવ્યુ હતુ કે, "ઇતિહાસને બદલી નથી શકાતો"
કેસી ત્યાગીએ ઇન્ડીયન એક્સપ્રેસ ન્યૂઝ પેપર સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, એનસીઆરટીસીના પાઠ્ય પુસ્તકોમાથી ઇમરજન્સીથી લઇને ગુજરાત હિંસા સુધીના પાઠ્યક્રમને હટાવી દેવામાં આવ્યા છે. "ઇતિહાસનું તર્કસંગતકરણ" ના નામે ઇતિહાસને ફરી લખવાની સરકારના પ્રયાસો પર પોતાની પ્રતિક્ર આપતા કેસી ત્યાગીએ જણાવ્યુ હતુ કે, ઇતિહાસ તો ઇતિહાસ છે. તેને બદલી ના શકાય. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા પૂર્વ રાજ્યસભા સાસંદ કેસી ત્યાગી એ કહ્યુ કે, જે ઘટના બની ગઇ છે. સારી કે ખરાબ તેને રિવર્સ ના કરી શકાય બીહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ આ મુદ્દે પોતાની સ્પષ્ટ નિવેદન આપી ચૂક્યા છે. તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતુ કે, ઇતિહાસને ફરી ના લખી શકાય એનસીઆરટીસીના પુસ્તકોના પાઠ્યક્રમોમાથી અમુક અભ્યાસક્રમને દુર કરવા પર નારાજગી વ્યક્ત ત્યાંગીએ કહ્યુ કે, આજની અને આવનાર પેઢીને ઇતિહાસ જે તે સ્વરૂપમા જ જણાવો જોઇએ. ઇમરજન્સી વાળા ભાગને હટાવાનો શુ અર્થ છે.
17 જૂનના રોજ એનસીઆરટીસીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત હિંસા અને ઇમરજન્સી સાથે બીજા ઘણા પાઠ્યક્રમોને પાઠ્ય પુસ્તકમાથી દૂર કરવામાં આવ્યા છે. ગુરુવારે એક નોટિફિકેશન બહાર પાડીને એનસીઆરટીસીએ લખ્યુ હતુ કે કોરોના માહામારીને ધ્યાનમાં રાખીને પાઠ્યુપુસ્તકને રેશનલ હોવુ જોઇએ. એટલા માટે સંશોધન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Comments
English summary
Some chapters have been removed from the Gujarat text book