દશેરા 2016: રાવણ માત્ર દાનવ જ નહિ, બહુ મોટો શિવભક્ત અને જ્ઞાની પણ હતો...
સત્ય પર અસત્યનો તહેવાર દશેરા સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ દિવસે રાવણનું પૂતળુ બાળવામાં આવે છે કારણકે રાવણ એક રાક્ષસ હતો તેણે છળકપટથી પારકી સ્ત્રીનું અપહરણ કર્યુ હતુ. પરંતુ દાનવ હોવા છતાં રાવણમાં ઘણા બધા સારા ગુણો પણ હતા જેના લીધે આજે દેશમાં ઘણા સ્થળોએ રાવણની પૂજા થાય છે.
રાવણને રામચરિત માનસમાં પણ ગોસ્વામી તુલસીદાસે પણ ભગવાન શિવનો મોટો ભક્ત લખ્યો છે અને તેમના મંતવ્ય પ્રમાણે રાવણમાં પણ ઘણા સારા ગુણો હતા જે લોકો માટે જાણવા જરુરી છે.
આવો જાણીએ રાવણના ગુણો....
ખૂબ યોગ્ય: રાવણ એક કુશળ રાજકારણી, સેનાપતિ અને વાસ્તુકલાનો જાણકાર હોવા સાથે બહુવિધ વિદ્યાઓનો જાણકાર હતો.
માયાવી: રાવણને માયાવી કહેવામાં આવે છે કારણકે તે ઇન્દ્રજાળ, તંત્ર, સંમોહન અને અલગ-અલગ પ્રકારના જાદૂ જાણતો હતો.
મહાપંડિત રાવણ: રાવણ બહુ મોટો પંડિત હતો અને આ જ કારણે ભગવાન રામે તેનાથી વિજય યગ્ન કરાવ્યો હતો.
કવિ: રાવણને લોકો બહુ સારો કવિ કહેતા હતા, તેણે ઘણી રચનાઓ પણ લખી છે.
આગળની વાતો તસવીરોમાં...
શિવભક્ત રાવણ
ભગવાન શિવે પોતે જ કહ્યું હતુ કે રાવણ બહુ મોટો શિવભક્ત છે, તેની ભક્તિ પર ભગવાન રામને પણ શંકા નહોતી. આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષ જાણનાર રાવણ વૈજ્ઞાનિક પણ હતો. ઇન્દ્રજાળ જેવી અથર્વવેદમૂલક વિદ્યાની રાવણે જ શોધ કરી હતી.
સારો રાજા
રાવણ બહુ મોટો અને સારો રાજા હતો, તેની સોનાની લંકામાં તેના રાજ્યના લોકો બહુ ખુશ રહેતા હતા. આ કારણે જ ભગવાન રામે લક્ષ્મણને તેની પાસે રાજકારણની અંગેની સલાહ લેવા માટે મોકલ્યા હતા. એટલુ જ નહિ તેની સોનાની લંકામાં કોઇને કોઇ પ્રકારનું કષ્ટ નહોતુ. તેની પ્રજા તેનાથી ખુશ અને સંતુષ્ટ હતી.
ઘણા શાસ્ત્રોનો રચયિતા રાવણ
રાવણે તાંડવ સ્તોત્ર, અંક પ્રકાશ, ઇન્દ્રજાળ, કુમારતંત્ર, પ્રાકૃત કામધેનુ, પ્રાકૃત લંકેશ્વર, ઋગ્વેદ ભાષ્ય, રાવણીયમ, નાડી પરીક્ષા વગેરે પુસ્તકોની રચના કરી હતી. પૌરાણિક ગ્રંથોમાં વર્ણન પણ છે કે રાવણને ઘણી ભાષાઓનું ગ્નાન પણ હતુ.
સારો ભાઇ
બહેન સૂર્પણખાના અપમાનનો બદલો લેવા માટે રાવણે સીતાહરણ કર્યુ હતુ. તેણે કહ્યું હતુ કે તે ભાઇનો ધર્મ નિભાવી રહ્યો છે. તેણે એ કર્યુ જે એક ભાઇએ કરવુ જોઇએ. પોતાની બહેનની રક્ષા માટે બધા ભાઇ પ્રતિબદ્ધ હોય છે અને રાવણે પણ તે જ કર્યુ, પરંતુ તે વાત અલગ છે કે તેની રીત ખોટી હતી.
પૌરુષત્વનો ખોટો ઉપયોગ નહિ
રાવણે સીતાનુ હરણ જરુર કર્યુ હતુ પરંતુ તેણે ક્યારેય પોતાના પૌરુષત્વનો ફાયદો નહોતો ઉઠાવ્યો. તેણે બે વર્ષ સુધી સીતાને બંધક બનાવીને રાખી હતી પરંતુ ક્યારેય તેને હાથ નહોતો લગાવ્યો. તેણે હંમેશા કહ્યું કે સીતા જાતે તેની પાસે આવશે, ત્યારે જ તેને તે તેની પત્ની બનાવશે.